VADODARA : બિલ-ચાપડ રોડ પર કેનાલમાં ભંગાણ, પાણી રોડ પર ફરી વળ્યા
VADODARA : વર્ષના અંતિમ દિવસની રાત્રીએ બિલ-ચાપડ (VADODARA BIL - CHAPAD ROAD) રોડ પરથી પસાર થતી કેનાલમાં ગાબડું (IRRIGATION CANAL LEAKAGE - VADODARA) પડતા હજારો લિટર પાણી રોડ વહ્યું હતું. જેના કારણે આપસારના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક ધોરણે પુરાણ કરીને પાણીનો વેડફાટ અકટાવ્યો હતો. ઘટનાને પગલે આજુબાજુના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોટી માત્રામાં પાણી વહેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું
વડોદરાના બિલ-ચાપડ રોડ પાસેથી સિંચાઇ વિભાગની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ગતરાત્રે મસમોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું હતું. ગાબડું પડતા કેનાલનું પાણી ચોતરફ રસ્તા પર વહ્યું હતું. કેનાલની આજુબાજુ રહેણાંક વિસ્તારો આવેલા છે. રાત્રે અચાનક રોડ પર મોટી માત્રામાં પાણી વહેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ત્યાર બાદ ઘટનાનો અંદાજો આવતા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
સ્થાનિકો દ્વારા અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે આ ગાબડું પુરી દેવામાં આવ્યું છે. જેના કારણે પાણી રસ્તા પર વહેવાનું બંધ થયું છે. અને સવાર થતા તો આસપાસના પાણી પણ ઉતરી ગયા હતા. અને મોટા ભાગની જગ્યાઓ પર કાદવ કીચડ જોવા મળ્યા હતા. મોડી રાત્રે સ્થાનિકો દ્વારા અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં કોઇ સફળતા મળી ન્હતી.
મરામતનું કાર્ય સત્વરે પૂર્ણ થાય
સ્થાનિકોનમું કહેવું છે કે, આ કેનાલમાં કેટલીય જગ્યાઓ મરામત માંગે તેવી છે. આ મરામતનું કાર્ય સત્વરે પૂર્ણ થાય તેવા અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવા જોઇએ. નહીં તો આજે અહિંયા ગાબડું પડ્યું છે. આવતી કાલે અન્યત્રે કેનાલમાં ગાબડું પડી શકે છે. પાણી ઉતરી ગયા બાદ હવે કાદવ-કીચડ જલ્દી સુકાઇ જાય તેની સ્થાનિકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : તંત્રના 'તકલાદી' વિકાસ સામે લોકોનો મોરચો


