VADODARA : કમાટીબાગ ઝૂમાં દોઢ કિ.મી.નો ફોગટફેરો અટકાવવા માટે પગલાં લેવા માંગ
VADODARA : વડોદરા (VADODARA) ના કમાટીબાગ ઝૂમાં (KAMATI BAUG ZOO) પક્ષીઘર અને પ્રાણીઘર વચ્ચેનું અંતર સરળતાથી કાપી શકાય તે માટે ઓવરબ્રિજ આવેલો છે. પરંતુ તે જર્જરિત હોવાનું કારણ આગળ ધરીને તેને બંધ કરી રાખવામાં આવ્યો છે. જેથી મુલાકાતીઓએ પક્ષીઘરથી પ્રાણીઘર સુધી જવા માટે દોઢ કિમીનો ફોગટફેરો ફરવો પડી રહ્યો છે. ત્યારે મુલાકાતીઓની મુશ્કેલી દુર કરવા માટે વડોદરાના સામાજીક કાર્યકર મેદાને આવ્યા છે. અને આ બ્રિજનું રીપેરીંગ કાર્ય સત્વરે પૂર્ણ કરીને તેને શરૂ કરવા માટેની માંગ પ્રબળ બનાવી છે. હવે આ મામલે સત્તાધીશો કેટલા સમયમાં કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
પુન શરૂ કરવામાં આવે તો લોકોને દોઢ કિમીનો ફોટગફેરો બંધ થઇ શકે
વડોદરાના કમાટીબાગમાં નવા નવા પ્રાણીઓનું આકર્ષણ ઉમેરાઇ રહ્યું છે. તેની સાથે જ મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખવામાં આવે તેવો મુદ્દો સામાજીક કાર્યકર સપાટી પર લાવ્યા છે. કમાટીબાગનું પક્ષીઘર અને પ્રાણીઘર વચ્ચેનું અંતર સરળતાથી કાપવા માટે મદદરૂપ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. જો તેને પુન શરૂ કરવામાં આવે તો લોકોને દોઢ કિમીનો ફોટગફેરો બંધ થઇ શકે છે.
બ્રિજ જર્જરિત હોવાનું કારણ ધરીને બંધ કરી દેવામાં આવ્યો
સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે, વડોદરાના સયાજીબાગ ઝૂમાં અલગ અલગ રાજ્યોના શહેરોમાંથી સહેલાણીઓ પરિવાર સાથે આવતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી પક્ષીઘર અને પ્રાણી ઘર વચ્ચેનો ઓવર બ્રિજ જર્જરિત હોવાનું કારણ ધરીને બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી નાગરિકોને દોઢ કિમી પ્રાણીઘર જોવા માટે જવું પડી રહ્યું છે. પાલિકા તંત્ર સારી સારી વાતો કરે છે, તો તેમણે સારા કામ પણ કરી દેવા જોઇએ. અમારી માંગ છે કે, કમાટીબાગને સુસજ્જન કરવું જોઇએ. સાથે જ માછલીઘર અને સસરાઘર પણ બનાવવું જોઇએ. આ બ્રિજનું સત્વરે સમારકામ પૂર્ણ કીરને તેને ફરી ખુલ્લો મુકવો જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : ખાડાની જગ્યાએ સમથળ રોડ પર ડામર પાથરતું "સ્માર્ટ તંત્ર''


