Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વૃદ્ધના અર્ધબળેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે પોલીસની બે થિયરી

VADODARA : જીવન ટુંકાવવા કજરણ સુધી કેમ આવવું પડ્યું, શું વૃદ્ધ જોડેથી કોઇ કરજણનો લેણદાર પૈસા માંગે છે જેવા સવાલોના જવાબો લોકો શોધી રહ્યા છે.
vadodara   વૃદ્ધના અર્ધબળેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે પોલીસની બે થિયરી
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના કરજણ પાસેના ખેતરમાંથી 10 દિવસ પહેલા અર્ધબળેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તે મામલે કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવતા મૃતક સુરતના વેલણના વૃદ્ધ મનસુખભાઇ બોરડ હોવાનું સપાટી પર આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, કેસની શરૂઆતમાં પોલીસ હત્યાની આશંકાને ધ્યાને રાખીને તપાસ કરી રહી હતી. ત્યાર બાદ આ મામલો આત્મહત્યાનો હોવાની દિશા તરફના સંકેતો મળી રહ્યા છે.

પૌત્રને વિદેશ ભણવા મોકલવા માટે વૃદ્ધને મોટું દેવું થઇ ગયું

વડોદરા પાસેના કરજણના ખેતરમાંથી 10 દિવસ પહેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ પાસેથી મોબાઇલ મળી આવતા તેની તપાસ કરતા વૃદ્ધની ઓળખ સુરલના વેલણ વિસ્તારના મનસુખભાઇ બારડ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, પૌત્રને વિદેશ ભણવા મોકલવા માટે વૃદ્ધને મોટું દેવું થઇ ગયું હતું. જેથી તેઓ લાભ પાંચમે ઘરેથી નિકળ્યા બાદથી તેઓ લાપતા હતા. વૃદ્ધને દેવું થઇ ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે હત્યાની દિશામાં તપાસ તેજ કરી હતી.

Advertisement

લોકોના મનમાં તરહ તરહના સવાલો ઉઠવા પામ્યા

પરંતુ સમય જતા આ તપાસ વૃદ્ધે આત્મહત્યા કરી હોય તે દિશા તરફ વળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ લોકોના મનમાં તરહ તરહના સવાલો ઉઠવા પામ્યા છે. જેમાં વૃદ્ધે જીવન ટુંકાવવા સુરતથી વડોદરાના કજરણ સુધી કેમ આવવું પડ્યું, વૃદ્ધ જોડેથી કોઇ કરજણનો લેણદાર પૈસા માંગે છે જેવા અસંખ્ય સવાલોના જવાબો લોકો શોધી રહ્યા છે.

Advertisement

મૃતકના પુત્રો સુરતમાં પેઇન્ટીંગનું દુકાન ધરાવે છે

તપાસમાં તે પણ ધ્યાને આવ્યું છે કે, મનસુખ બોરડના પૌત્ર લંડન જવાનો હોવાથી તેને મદદ કરવા માટે તેમને દેવું થઇ ગયું હતું. જો કે, પૌત્ર લંડન જવાની જગ્યાએ હાલ અમદાવાદમાં રહીને નોકરી કરી રહ્યો છે. તો બીજી તરફ મૃતકના પુત્રો સુરતમાં પેઇન્ટીંગનું દુકાન ધરાવે છે. હવે આ મામલે પોલીસ શું નિષ્કર્ષ પર પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : એક્સપ્રેસ હાઇ-વેના મહી બ્રિજ પર રીપેરીંગ કાર્યને પગલે ટ્રાફિક જામ

Tags :
Advertisement

.

×