VADODARA : પતંગની દોરીથી ગળું ચીરાતા યુવક ICU માં સારવાર હેઠળ
VADODARA : હાઇકોર્ટના આદેશ બાદથી વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં કાચથી પતંગની દોરી માંજતા કારીગરો-સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદરામાં પતંગના દોરાથી યુવકનું ગળું ચીરાતા હાલ તે હોસ્પિટલના ICU માં સારવાર હેઠળ (MAN INJURED WITH KITE THREAD - VADODARA) છે. જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય છે, તેમ નિયમીત રીતે પગંતના દોરા વડે ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જે ચિંતાનજક બાબત છે.
દોરા વડે ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી
વડોદરામાં કાચના દોરી પર પ્રતિબંધના નિયમનું સખ્તાઇ પૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનરે વેપારીઓ સાથે મુલાકાત કરીને તેમને આ અંગેની જાણકારી આપી હતી. ત્યાર બાદ એક પછી એક વેપારીઓ-કારીગરો પર તવાઇ આવી હતી. અને ચાઇનીઝ દોરા તથા કાચથી દોરી માંજનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ વચ્ચે પગંતના દોરા વડે ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. વડોદરામાં ડિસેમ્બર માસથી જ પતંગના દોરા વડે મૃત્યુ તથા ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતો હિતેશ ચાવડા બાઇક પર સુપર બેકરીથી ગધેડા માર્કેટ તરફ જઇ રહ્યા હતા. દરમિયાન પગંતનો દોરો ગળામાં ભરાતા મોટો ચીરો પડી ગયો હતો. અને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું.
જેમ તેમ કરીને પતંગના જીવલેણ દોરાથી યુવકને મુક્ત કરાવ્યો
ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને જેમ તેમ કરીને પતંગના જીવલેણ દોરાથી યુવકને મુક્ત કરાવ્યો હતો. અને તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તે આઇસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ અગાઉ એક આધેડના પગે દોરીનો મોટો ઘસરકો લાગતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને લોહી નીતરતી હાલતમાં જમનાબાઇ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અને સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો -- VADODARA : MSU નો લંપટ પ્રોફેસર વિદ્યાર્થીઓને ધર્મ વિરૂદ્ધનું જ્ઞાન આપતો હોવાનો ઘટસ્ફોટ


