Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ક્રિકેટ જગતના દિગ્ગજ સિતારા કોટંબી સ્ટેડિયમમાં ઉતરશે

VADODARA : સચિન તેંડૂલકર, યુવરાજસિંગ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, બ્રાયન લારા, ક્રિસ ગેઇલ, જોન્ટી રોડ્સ, સહિતના ક્રિકેટરો ગ્રાઉન્ડને ધમરોળશે.
vadodara   ક્રિકેટ જગતના દિગ્ગજ સિતારા કોટંબી સ્ટેડિયમમાં ઉતરશે
Advertisement

VADODARA : વડોદરાના આંતરરાષ્ટ્રીય કક્ષાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ (KOTAMBI CRICKET STADIUM - VADODARA) માં 28 ફેબ્રુઆરીથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચો (INTERNATIONAL MASTERS LEAGUE - 2025 MATCH - VADODARA) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજ સિતારા વડોદરાની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ લીગની મેચોમાં 6 મેચો રમાનાર છે.

અનેક જુના રેકોર્ડસ તુટીને નવા રેકોર્ડસ બનશે

બરોડા ક્રિકેટ એસો.ના કોટંબી સ્ટેડિયમમમાં 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 6 મેચો રમાનાર છે. આ મેચમાં ક્રિકેટ જગતના દિગ્ગજ સ્ટાર સચિન તેંડૂલકર, યુવરાજસિંગ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, બ્રાયન લારા, ક્રિસ ગેઇલ, જોન્ટી રોડ્સ, જેક કાલિસ, આમલા સહિતના ક્રિકેટરો ગ્રાઉન્ડને ધમરોળશે. જેમાં અનેક જુના રેકોર્ડસ તુટીને નવા રેકોર્ડસ બનશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 1 માર્ચે યોજાનાર મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે, જેમાં દિગ્ગજો સામસામે ટક્કર આપશે. 6 મેચમાં ભારતની ટીમ 2 મેચો રમનાર છે.

Advertisement

IPL ની મેચો પણ મળે તે માટે પ્રયત્નો જારી

અગત્યની જાહેરાત સમયે બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું કે, કોટંબી સ્ટેડિયમ સ્ટેટ ઓફ ધી આર્ટ સુવિધાઓથી સજ્જ છે. આગામી સમયમાં IPL ની મેચો પણ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચો અગાઉ રાજકોટમાં રમાવવાની હતી. પરંતુ ગ્રાઉન્ડની ઉપલબ્ધતાને લઇને અનેક પ્રશ્નાર્થો સર્જાયા હતા. જેને પગલે આ મેચો બીસીએના ફાળે આવી છે.

Advertisement

ક્રિકેટ મેચનું શિડ્યુલ

તારીખ                                         મેચ

28 - ફેબ્રુઆરી, શુક્રવાર - શ્રીલંકા VS ઓસ્ટ્રેલિયા
1 - માર્ચ, શનિવાર - ભારત VS સાઉથ આફ્રિકા
3 - માર્ચ, સોમવાર - સાઉથ આફ્રિકા VS ઇંગ્લેન્ડ
5 - માર્ચ, બુધવાર - ભારત VS ઓસ્ટ્રોલિયા
6 - માર્ચ, ગુરૂવાર - શ્રીલંકા VS વેસ્ટ ઇન્ડિઝ
7 માર્ચ, શુક્રવાર - ઓસ્ટ્રેલિયા VS સાઉથ આફ્રિકા

આ પણ વાંચો --- Surat : બાળકને શોધવા ફાયરનાં 60 થી વધુ જવાનોનો છેલ્લા 14 કલાકથી સંઘર્ષ

Tags :
Advertisement

.

×