Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિવાદીત કોમેડિયન કુણાલ કામરા સામે ફરિયાદ નોંધવા માંગ

VADODARA : તેણે આરોપો મુકીને દેશના બંધારણીય જવાબદારી નિભાવતા મંત્રીઓ અને મહાનુભવો વિરૂદ્ધ જનતાને ગેરમાર્ગે દોરવાનું ગેરકાયદેસરનું કૃત્ય કરેલું છે
vadodara   વિવાદીત કોમેડિયન કુણાલ કામરા સામે ફરિયાદ નોંધવા માંગ
Advertisement

VADODARA : વડોદરા જાણીતા વકીલ સાહિલ ગોડિયા દ્વારા વિવાદીત કોમેડીયન કુણાલ કામરા સામે ફરિયાદ નોંધવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેની સામે કાયદાની કઇ કઇ કલમો હેઠળ ગુનો નોંધી શકાય અને તે માટેના કારણો આપવામાં આવ્યા છે. મુંબઇના વિવાદીત કોમેડીયન કુનાલ કામરા દ્વારા દેશના પ્રધાનમંત્રી, નાણાં મંત્રી તથા મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી વિરૂદ્ધ અપમાન જનક ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. (VADODAR LERNED LAWYER WRITE LETTER TO POLICE COMMISSIONER TO FILE COMPLAINT AGAINST CONTROVERSIAL COMEDIAN KUNAL KAMRA).

ગેરમાર્ગે દોરતા અને અપમાનિત કરતા શબ્દોને ઉપયોગ

સાહીલ ગોડિયાએ લખેલા પત્રમાં જણાવે છે કે, કુણાલ કામરા યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેણે વીડિયામાં પ્રધાનમંત્રી, નાણાંમંત્રી તેમજ મહારાષ્ટ્ર સરકારના ઉપ મુખ્યમંત્રી વિરૂદ્ધ દેશની જનતાને ગેરમાર્ગે દોરતા અને અપમાનિત કરતા શબ્દોને ઉપયોગ કરીને વીડિયો બાવ્યો છે. અને પોતાની ચેનલમાં પ્રસિદ્ધ કર્યો છે. આ વીડિયો નયા ભારત નામના શિર્ષક હેઠળ બનાવવામાં આવ્યો છે.

Advertisement

આવા કૃત્યો કરતા તેને અટકાવવામાં નહીં આવે તો...

આ કૃત્ય તેણે દેશની જનતાને ગેરમાર્ગે દોરીને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના બદઇરાદે કર્યું હતું. તેણે વીડિયોમાં ખોયા અને પાયાવિહોણા આરોપો મુકીને દેશના બંધારણીય જવાબદારી નિભાવના મંત્રીઓ અને મહાનુભવો વિરૂદ્ધ જનતાને ગેરમાર્ગે દોરવાનું ગેરકાયદેસરનું કૃત્ય કરેલું છે. તે આ પ્રકારનું કૃત્ય કરતા જ આવ્યા છે. જો આવા કૃત્યો કરતા તેને અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ તે આચરતા રહેશે. ફરિયાદી પોતાની ઓફિસમાં હતા ત્યારે તેમને આ વાતની જાણ થઇ છે.

Advertisement

જવાબદાર નાગરિક તરીકે અમારી ફરિયાદ નોંધવા મહેરબાની

ફરિયાદીએ કુનાલ કામરા વિરદ્ધ બીએનએસએસની કલમ 293, 345, 369, 353 - 1 બી, 353 - 2, 356 - 2 મુજબનો ગુન્હો કરેલો છે. જેથી તેના વિરૂદ્ધ તાત્કાલિક કાયદેસરના પગલાં ભરવા અતિ આવશ્યક છે. એક જવાબદાર નાગરિક તરીકે અમારી ફરિયાદ નોંધવા મહેરબાની કરવા જણાવ્યું છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો --- VADODARA : રોફ ઝાડી પૈસા પડાવતા નકલી પોલીસનો ખેલ ખતમ

Tags :
Advertisement

.

×