VADODARA : રોયલ મેળામાં દુર્ઘટના મામલે ERDA રાઇડોનું નિરીક્ષણ કરશે
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર વિસ્તારમાં આયોજિત રોયલ મેળામાં તાજેતરમાં હેલીકોપ્ટર રાઇડ દુર્ઘટના (ROYAL MELA ACCIDENT - VADODARA, MAJLAJPUR) સર્જાઇ હતી. ચાલુ રાઇડમાં દરવાજો ખુલી જતા બાળકો ટપોટપ નીચે પડ્યા હતા. ઘટનામાં હવે ઇલેક્ટ્રીકલ રીસર્સ એન્ડ ડેવલપમેન્ટ એસો. (ERDA) રાઇડનું નિરીક્ષણ કરશે તેવી વિગતો સપાટી પર આવી રહી છે. આ મામલે એફએસએલ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સરકાર દ્વારા જારી કરાયેલી એસઓપીને આયોજકો ઘોળીને પી ગયા
રાજ્ય સરકાર દ્વારા ગેમઝોન અને મેળાને લઇને આકરા નિયમોનું પાલન કરવું પડે તેવી એસઓપી જાહેર કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને લઇને સરકાર દ્વારા જારી કરાયેલી એસઓપીને આયોજકો ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. આ વાતની સાબિતી આપતી ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરાના માંજલપુરમાં રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મનોરંજન માટેની વિવિધ રાઇડ્સ પણ હતી. દરમિયા હેલીકોપ્ટર રાઇડમાં અકસ્માતની ઘટના સામે આવી હતી.
કમિટી દ્વારા ઇલેક્ટ્રીકલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસો.ને રિપોર્ટ કરવામાં આવ્યો
નાના બાળકો માટેની હેલીકોપ્ટર રાઇડ બાળકોને બેસાડીને શરૂ કરવામાં આવી હતી. દરમિયાન અચાનક એક પછી એક હેલીકોપ્ટર રાઇડના દરવાજા ખુલતા બાળકો ટપોટપ નીચે પડવાના શરૂ થઇ ગયા હતા, આ દ્રશ્યો જોઇને ઓપરેટર ભાગી ગયો હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ, ફાયર, વિજ કંપની તથા અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સમાવતી કમિટી બનાવીને તેની તપાસ કરવામાં આવી રહી છે. આ વચ્ચે કમિટી દ્વારા ઇલેક્ટ્રીકલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસો.ને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેથી તેઓ પણ રોયલ મેળાનું નિરીક્ષણ કરશે. અને બાદમાં તેમને અભિપ્રાય રજુ કરે તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ડ્રેનેજ પાઇપની ગુવણવત્તાને લઇને આશંકા, કોન્ટ્રાક્ટરે ગેરૂથી માર્કો લગાવ્યો


