VADODARA : વિદ્યાધામ MSU ને લજવનાર સસ્પેન્ડેડ લંપટ પ્રોફેસરની ધરપકડ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના હિંદી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અઝહર ઢેરીવાલા સામે વિદ્યાર્થીનીએ જાતીય સતામણીનો આરોપ લગાવતા ચકચાર મચી જવા પામી છે. તે બાદ અન્ય એક વિદ્યાર્થીનીએ પ્રોફેસર દ્વારા પરેશાની કરવામાં આવતી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં આપતા તેની ધરપકડ કરવામાં આવી છે. અને પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ધરપકડ બાદ પ્રોફેસરની પત્ની મીડિયા સમક્ષ આવી હતી, અને પોતાના પતિ નિર્દોષ હોવાનું અને તેમને ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
વિદ્યાર્થીનીએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના હિંદી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અઝહર ઢેરીવાલા દ્વારા તેમના જ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરવામાં આવતી હોવાની લેખિત ફરિયાદ વુમન્સ ગ્રીવન્સ સેલમાં કરવામાં આવી હતી. જે મામલે તથ્ય જણાતા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે બાદ લંપટ પ્રોફેસર દ્વારા તેમના જ ડિપાર્ટમેન્ટની અન્ય વિદ્યાર્થીનીને પણ પરેશાન કરવામાં આવતા મામલો સયાજીગંજ પોલીસ મથક પહોંચ્યો હતો. અને વિદ્યાર્થીનીએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. તે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને ગતરોજ ફરિયાદ નોંધાયા બાદ આજે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
હું અંત સુધી તેમની જોડે રહીશ
આ તકે પ્રોફેસરની પત્ની મીડિયા સમક્ષ હાજર રહીને પોતાનો પક્ષ મુકતા જણાવ્યું કે, હું ભણેલી-ગણેલી સ્ત્રી છું. મારા પતિ સાથે પ્લાનીંગ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. અમે લડીશું, હું અંત સુધી તેમની જોડે રહીશ અને અંતમાં અમારી જીત થશે. પ્રોફેસરે પણ પોતે નિર્દોષ હોવાનું રટણ મીડિયા સમક્ષ ચાલુ રાખ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : ભાયલીની અર્બન રેસીડેન્સીમાં ગેસ લીક થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા


