VADODARA : MSU ના લંપટ પ્રોફેસરનો ઓડિયો વાયરલ, કહ્યું, 'બ્લાઇન્ડલી ચાલ, હું સેટ કરી દઇશ'
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (MSU - VADODARA) ની આર્ટસ ફેકલ્ટીના હિન્દી ડિપાર્ટમેન્ટના લંપટ આસિ. પ્રોફેસર અઝહર ઢેરીવાલા વિરૂદ્ધમાં વિદ્યાર્થીનીએ વુમન્સ ગ્રીવન્સ સેલમાં લેખિય ફરિયાદ આપી હતી. આસિ. પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ હતો. જે બાદ પ્રોફેસર દ્વારા પીડિતાની મિત્રને પરેશાન કરવામાં આવતા તેણે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સયાજીગંજ પોલીસે આરોપી અઝહર ઢેરીવાલાની ધકપકડ કરી છે. દરમિયાન વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં કેટલાક ઓડિયોના અંશ વાયરલ (MSU SUSPENDED PROFESSOR AUDIO VIRAL - VADODARA) થઇ રહ્યા છે. જેમાં લંપટ પ્રોફેસર જાતીય સતામણીનો ભોગ બનેલી પીડિતાની મિત્ર સાથે વાત કરી રહ્યો છે. અને તેમાં પોતાની મનશા વ્યક્ત કરી રહ્યો છે. ઓડિયો સામે આવતા જ લંપટની મનશા ખુલ્લી પડી જવા પામી છે.
તું મારી પાસે બેસીશ, અહિંયા જ નોકરી કરીશ
એક વાયરલ ઓડિયોમાં પ્રોફેસર અઝગર ઢેરીવાલા જણાવે છે કે, હું તેને સેટ કરી દઇશ, તુ સારી રીતે તૈયારી કર, તારે બીએડ કરવાનું છે, માને બધો આઇડીયા છે, મારા રૂમમાં આવી જવાનું, બધુ સમજાવી દઇશ. મેં તેને કહ્યું કે તું ક્યાંય નહીં જાય. મારી સારી ઓળખાણ છે, તમારી સારી લાઇફ બને, આપણું સારૂ ગ્રુપ બને, તું મારી પાસે બેસીશ, અહિંયા જ નોકરી કરીશ. તેના પરિવારવાળા બદમાશ છે, જીવન બરબાદ કરી દેશે. ડિપાર્ટમેન્ટ વાળાને બહુ મહત્વ આપવાનું નહીં. તેને કહેજે બિલકુલ આંખો બંધ કરીને (બ્લાઇન્ડલી) સરની પાછળ ચાલ, તારી માટે જાજમ પાથરેલી છે. કોઇ ચિંતા કરવા જેવી નથી.
ફોન ચેક કરતા હોસ્ટેલની ચેટીંગ, અને વાતો ઘરે જાણી
અન્ય એક વાયરલ ઓડિયોમાં જાતીય સતામણીનો ભોગ બનેલી પીડિતાની મિત્ર પ્રોફેસર જોડે વાત કરે છે, જેમાં મિત્ર જણાવે છે કે, તે ઘરે જતી રહી, તે ગેટ સુધી મારી સાથે હતી. હું ઘરના કામમાં વ્યસ્ત હતી, જેથી મારી તેની સાથે વાત થઇ નથી. તેનો વતનમાં ફોન તો ચાલુ રહે છે, પરંતુ ફોન તેની પાસે રહે તેની ખાતરી નથી હોતી. તેેને થોડી વાર માટે જ ફોન મળે છે, તેના ફોનનું ચેકીંગ થઇ રહ્યું છે. ફોન ચેક કરતા સમયે હોસ્ટેલની ચેટીંગ, અને તમારી જોડેની વાતો ઘરે જાણી હતી. જે તેના ઘરે ઠીક લાગી ન્હતી. વાંધાજનક લખાણ મળતા ઇશ્યું વધી ગયા.
આ પણ વાંચો -- VADODARA : વિદ્યાધામ MSU ને લજવનાર સસ્પેન્ડેડ લંપટ પ્રોફેસરની ધરપકડ


