VADODARA : MSU નો લંપટ પ્રોફેસર વિદ્યાર્થીઓને ધર્મ વિરૂદ્ધનું જ્ઞાન આપતો હોવાનો ઘટસ્ફોટ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (VADODARA - MSU) ના આર્ટસ ફેકલ્ટીના હિન્દી ડિપાર્ટમેન્ટનો સસ્પેન્ડેડ પ્રોફેસર અઝહર ઢેરીવાલા વિદ્યાર્થીઓને હિંદુ ધર્મ વિરૂદ્ધનું જ્ઞાન આપતો હોવાનો (MSU PROFESSOR CONTROVERSY - VADODARA) ઘટસ્ફોટ થયો છે. પ્રોફેસરની વિદ્યાર્થીની જોડેની ચેટના સ્ક્રિન શોટ વાયરલ થઇ રહ્યા છે. જેમાં તેણે હિન્દુ ભગવાન વિરૂદ્ધનો વીડિયો શેર કર્યો હોવાનું જોવા મળ્યું હતું.વીડિયો ક્લિપના પોસ્ટર પરથી જ આ વાત સ્પષ્ટ થઇ જાય છે. ગતરોજ લંપટ પ્રોફેસરની ધરપકડ કરી લેવામાં આવી છે. અને ત્યાર બાદ તેની સ્ફોટક વાતો સાથેના ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે સસ્પેન્ડેડ પ્રોફેસર સામે આકરા પગલાં લેવાની લોકમાંગ ઉઠવા પામી છે.
સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
મહારાજા સયાજીરાવ યુનિ.ના આર્ટસ ફેકલ્ટીના હિન્દી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અઝહર ઢેરીવાલા દ્વારા વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરવામાં આવતા તેણીએ વુમન ગ્રીવન્સ સેલમાં ફરિયાદ કરી હતી. તે બાદ તપાસમાં તથ્ય સામે આવતા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પ્રોફેસરની જાતીય સતામણીથી પીડિતાની મિત્રને પણ પ્રોફેસર દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતા તેણે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ લંપટ પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે.
ભગવાન વિરૂદ્ધનો 55 સેકન્ડનો વીડિયો શેર કર્યો
પ્રોફેસરની ધરપકડ બાદ તેની કરતુતો ખુલ્લી પાડતા વોટ્સએપ ચેટ અને ઓડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યા છે. જેમાં ઓડિયોમાં તે તેની મનશા વ્યક્ત કરી રહ્યો છે. અને ચેટમાં તે ફોટા મંગાવવા સહિત હિન્દુ ધર્મ વિરૂદ્ધની સામગ્રી શેર કરતો હોવાનું સામે આવ્યું છે. એક ચેટમાં તેણે ભગવાન વિરૂદ્ધનો 55 સેકન્ડનો વીડિયો શેર કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે. વિદ્યાધામની અનેક રીતે બદનામી થાય તેવું કાર્ય આ પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું છે. હવે લોકો તેના વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો -- Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, હવે ઓખામાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર


