VADODARA : MSU માં સળગાવેલો સુતળી બોંબ રસ્તા પર ફેંકાયો, સિક્યોરીટી નાકામ
VADODARA : વડોદરાની વિશ્વ વિખ્યાત MSU (VADODARA - MSU) માં દિવાળી ટાણે જાહેર રસ્તા પર સુતળી બોંબ ફેંકીને બાઇક અને કારમાં આવેલા યુવકો ત્યાંથી નાસી છુટ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થવા પામ્યો છે. જેને પગલે યુનિ.ની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે. જ્યાં સુતળી બોંબ ફેંકાયો ત્યાંથી યુવતિઓ પસાર થતી હોવાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. હવે, યુનિ સત્તાધીશો આ પ્રકારે અટકચાળુ કરનાર સામે શું પગલાં લે છે, અને આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
સુતળી બોંબને નાંખીને બંને ત્યાંથી જતા રહે છે
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સિક્યોરીટી પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ આ સિક્યોરીટી વિદ્યાર્થીઓની સુરક્ષા કરવામાં અને વ્યવસ્થા જાળવવામાં કેટલીય વખત નિષ્ફળ ગઇ હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. દિવાળી ટાણે આવો જ એક કિસ્સો સપાટી પર આવવા પામ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, યુનિ. કેમ્પસમાં એક બાઇક અને કાર ઉભા છે. તેમાંથી બાઇક પરનો યુવાન એક સુતળી બોંબ કાઢે છે. તેને કારમાં બેઠેલો યુવક સળગાવે છે. અને સળગતા સુતળી બોંબને નાંખીને બંને ત્યાંથી જતા રહે છે.
બોંબ ધડાકાભેર ફૂટે તો ડરી જવું સ્વાભાવીક
વીડિયોમાં કેટલોક ભાગ તેઓ જઇ રહ્યા છે, ત્યારને દેખાય છે. સુતળી બોંબ ફેંક્યા પછી ત્યાં નજીકથી વિદ્યાર્થીનીઓ ચાલતા પસાર થઇ રહી છે. જો તેમની જાણ બહાર તેમના નજીક સુતળી બોંબ ધડાકાભેર ફૂટે તો તેઓ ડરી જાય તે સ્વાભાવીક છે. આખીય ઘટના સમયે કોઇ પણ સિક્ટોરીટી ગાર્ડ આસપાસમાં જોવા મળતો નથી. જે દર્શાવે છે કે, જ્યાં વિદ્યાર્થીઓની હાજરી છે, ત્યાં ગાર્ડ હાજર જ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ યુનિ.ની સિક્યોરીટી સામે સવાલો ઉઠવા પામ્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. નહીંતર સિક્યોરીટીની નિષ્ફળતાનો ભોગ વિદ્યાર્થીઓ બનતા રહેશે, તે નક્કી છે.
આ પણ વાંચો -- VADODARA : ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં ફસાવી વૃદ્ધ પાસેથી રૂ. 1.21 કરોડ પડાવ્યા


