Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દબાણ હટાવવાની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 10 ની ધરપકડ

VADODARA : સ્થાનિકોએ ટોળે વળીને પાલિકાના સ્ટાફ જોડે ગાળા-ગાળી અને ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ પાલિકાની ટીમ જોડે ગેરવર્તણુંક કરાઇ હતી
vadodara   દબાણ હટાવવાની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 10 ની ધરપકડ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની હત્યા બાદ શહેરભરમાં ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત 22, નવેમ્બરના રોજ શહેરના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી. તેવામાં સ્થાનિકોએ ભેગા થઇને જપાજપી કરીને એક શખ્સને લાફો મારી દીધો હતો. અને કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. આખરે આ મામલે 10 ની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાફો મારીને મારી નાંખવાની ધમકી આપી હતી

શહેરભરમાં દબાણ હટાવવાની કામગીરી સમયે માથાકુટ કરનારા તત્વો સામે પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરી રહ્યું છે. તાજેતરમાં 22, નવેમ્બરના રોજ નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં આવતે મહેબુબપુરા ખાતે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રોડ પર થતા લારી, ગલ્લા, પથારા તથા હંગામી દબાણો દુર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન સ્થાનિકોએ ટોળે વળીને પાલિકાના સ્ટાફ જોડે ગાળા-ગાળી અને ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ હીરેનભાઇ નરેશભાઇ ચુનારાને લાફો મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. અને ફરજમાં અડચણ ઉભી કરી હતી.

Advertisement

10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

આખરે ઉપરોક્ત મામલે તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નવાપુરા પોલીસ મથક દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને તમામ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આરોપીઓના નામો

  1. અખતરમિયાં ઉર્ફે અકુ યાકુબમીયા શેખ
  2. ઇકબાલ ઉર્ફે ઇલ્લુ મહંમહ બનીફ ઉર્ફે બન્નુભાઇ શેખ
  3. સમીરખાન ઉર્ફે ઠંડૂ બસીરખાન બલોચ
  4. ઇમરાન ઉર્ફે તિજોરીવાલા ઇસ્માઇલ શેખ
  5. ફૈઝલ ઉર્ફે અગેલી ઝાફરમીયા બાબરચી
  6. અયાશ ઉર્ફે શબ્બીર પીરમહંમદ પઠાણ
  7. વસીમખાન ઉર્ફે મામામોર હશનખાન પઠાણ
  8. શાહરૂખખાન ઉર્ફે ગની હશનખાન ઉર્ફે બાબાડુમ પઠાણ
  9. શકલ અહેમદ ઇકબાલ શેખ
  10. શબ્બીર ઉર્ફે ચપટ હનીફમીયા શેખ (તમામ રહે. નવાપુરા, મહેબુબ પુરા, વડોદરા)

આ પણ વાંચો -- VADODARA : અકોટા-દાંડિયાબજાર બ્રિજ પાસે કારની ટક્કરે વૃદ્ધનું મોત

Tags :
Advertisement

.

×