VADODARA : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે "નમો કમલમ"નું ઉદ્ધાટન
VADODARA : આજ રોજ વડોદરા શહેરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA C R PATIL) ના હસ્તે ભાજપ કાર્યાલય (નમો કમલમ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરે સાંસદ ડૉ હેમાંગ જોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલે કમલમના ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું હતું કે, વિકાસના નવા આયામો સર કરી વિકસિત ભારત ની દિશામાં વડોદરા શહેર મહત્વપૂર્ણ માઈલસ્ટોન બનશે. આ કાર્યાલય વડોદરા માટે નવા આયોજન અને વિકાસના દ્વાર ખોલશે અને સમાજના દરેક વર્ગ માટે લાભદાયી સાબિત થશે.શહેરના વિકાસ અને પ્રગતિ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મુકતા પાટીલે વડોદરાવાસીઓને તેમના સકારાત્મક સહકાર માટે અભિનંદન પાઠવ્યા હતા.
એકથી પાંચમાં વડોદરાનું કાર્યાલય આવે છે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું (JAL SHAKTI MINISTER OF INDIA C R PATIL) કે, કાર્યકર્તા પાર્ટીનો હાર્દ છે. હાર્દને એકત્ર કરીને તાકાતનો ઉપયોગ કરવો હોય તેના માટે કમલમ કાર્યાલયની અત્યંત આવશ્યકતા હોય છે. એક સ્થાન હોવું જોઇએ લોકો એકત્ર થાય, પોતાના વિચારો રજુ કરે, દલીલો થાય, નિર્ણય થાય અને લોકહિતમાં તેને અમલ થાય. કાર્યાયલની વિશાળતા અને તેની વ્યવસ્થા જોતા આપ સૌને અભિનંદન આપું છું. ગુજરાતમાં રાજકોટનું સૌથી મોટું કાર્યાલય છે. એકથી પાંચમાં વડોદરાનું કાર્યાલય આવે છે. તેનું નિર્માણ ચાલે છે, આ નિર્માણ સતત ચાલતું રહેવું જોઇએ. કાર્યકર્તાઓનું નિર્માણ થતું હોય, તેવી રીતે કાર્યાલયના અનેક રૂપરંગ થકી, વ્યવસ્થામાં બદલાવ થકી તે આગળ વધતો હોય છે.
વ્યવસ્થા સચવાય તેને ધ્યાને રાખવામાં આવ્યું છે
વધુમાં જણાવ્યું કે, જુના કાર્યાલયમાં પાર્કિંગની તકલીફ હતી, અવ્યવસ્થા હતી, લોકોને અવર-જવર માટે અનુકુળ ન્હતું. અહિંયા પાર્કિંગની વ્યવસ્થા છે. કાર્યકર્તાઓની સંખ્યા વધી છે, એટલે આવનારા વર્ષોમાં સંખ્યામાં ગુણાકાર થાય, તેમની વ્યવસ્થા સચવાય તેને ધ્યાને રાખવામાં આવ્યું છે.
અહિંયા તમને અનુકુળ વાતાવરણ મળશે
વધુમાં જણાવ્યું કે, અહિંયા તો મોરચાના કન્વીનરો, સાંસદ- ધારાસભ્ય, સો, મીડિયા, પ્રેસવાર્તાની જગ્યા છે, તમામ માટે શહેરની મીટિંગ બોલાવો તો બીજે ક્યાં જવાની જરૂર નથી. તેવી વ્યવસ્થા અહિંયા કરવામાં આવી છે. તે માટે કાર્યાલયનું નામ પણ કેવું પસંદ કર્યું છે, હું સવારે ભરૂચ હતો, ત્યાંના કાર્યાલયનું નામ મા રેવા કમલમ આપવામાં આવ્યું, તેનું ખાતમૂહુર્ત હતું. વડોદરાના કાર્યાલયનું નામ નમો કમલમ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ઘણા બધા કાર્યાલયને મોદી સાહેબે કમલમનું નામ આપ્યું હતું. કાર્યકર્તાઓએ તેને નમો કમલમ કર્યું છે. અને તેમના પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રગટ કર્યો છે. કોઇ પણ જગ્યાએ વ્યવસ્થા અત્યંત આવશ્યક હોય છે. કોઇ પણ પ્લાનીંગ કરવા માટે સ્થળ જોઇએ, વ્યવસ્થા જોઇએ, અને વાતાવરણ જોઇએ. અહિંયા તમને અનુકુળ વાતાવરણ મળશે.
આવનારા વ્યક્તિને સન્માન આપવામાં આવે છે
વધુમાં જણાવ્યું કે, આ કાર્યાલયમાં તમને અનુકુળ વાતાવરણ મળશે, તમે સાંભળવા માટેની વ્યવસ્થા છે, તમારા ઉમદા વિચારો, લોકહિતના પ્રશ્નોને રજુ કરો, તેવી વ્યવસ્થા પણ કરવામાંં આવી છે. સુરતમાં સાંસદીય કાર્યાલય તરીકે મારા કાર્યાલયની ચર્ચા છે. દેશના અનેક સાંસદો તેને જાણવા માંગે છે. તે પણ એક બિલ્ડીંગ છે, તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં વિશેષતા છે કે, ત્યાં આવનારા વ્યક્તિને સન્માન આપવામાં આવે છે. ત્યાં દરેકનો ડેટા છે. તેનો ઉપયોગ કરીને ચૂંટણી લડતા હોઇએ ત્યારે હુંસાતુંસી કરવી તુતુમેંમેં કરવી તેના બદલે સામેના ઉમેદવારની કમજોરીનો ફાયદો કેવી રીતે લઇએ, તેની તાકાત કઇ છે, તેને કેવી રીતે તોડી શકીએ, આપણી કમજોરીને નુકશાન ના કરે તેનું ધ્યાન રાખીએ. આપણી તાકાતનો ઉપયોગ કરીને જીત મેળવીએ. તેની વ્યવસ્થા કરવામાં આવે છે. મારી પાસે જે ડેટા છે, તે કાર્યકર્તાઓનો છે. તેની અનેક વિગતો એકત્ર કરવામાં આવી છે.
મારી પાસે કોઇ જાદુઇ લાકડી ન્હતી
વધુમાં જણાવ્યું કે, વડોદરામાં તમને અલગ અલગ વર્ગીકરણ કરેલી માહિલી એક જ ક્લિકમાં મળી જાય છે. વિવિધતા સભર ડેટાઓનો ઉપયોગ કોઇ રાજકીય પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ કરે ત્યારે 182 માંથી 156 સીટ કાર્યકર્તાઓના કારણે આવી શકી. હું પ્રમુખ થયો ત્યારે હું 182 સીટ જીતવાની વાત કરતો હતો. ત્યારે મારી પાસે કોઇ જાદુઇ લાકડી ન્હતી. પરંતુ કાર્યકર્તાઓની તાકાતનો મને અંદાજ હતો. આખા રાજ્યનો ડેટા એકત્ર કર્યો, તેના આધારે પ્લાનીંગ કર્યું. જીત્યા પહેલા કહ્યું હતું. 182 જીતીશું, તે કાર્યકર્તાઓ જોડેને વિશ્વાસ હતો. મારી ઓફિસમાં એક એપ એવી છે, જે તમે મોબાઇલમાં ડાઉનલોડ કરો તો સરકારી યોજનાઓ એક જ ક્લિક પર મળી જાય.
મને તો આવી નાની જીત પોષાય જ નહીં
વધુમાં જણાવ્યું કે, વિધાનસભાનું ઇલેક્શન થયું, ત્યારે વિજયભાઇ ખુશ થતા હતા, તેમણે કહ્યું અમે પાંચેય સીટ જીતી જઇશું. જીતી ગયા, તેમણે કહ્યું અમે 75 હજારની લીડથી જીત્યા, તેમને લાગ્યું કે, હું ખુશ થઇ જઇશ. મને તો આવી નાની જીત પોષાય જ નહીં. જીત તો ભવ્ય જ હોવી જોઇએ. હું તો અધ્યક્ષ તરીકે કહેતો આવ્યો છું કે, મારો જન્મ જીત માટે જ થયો છે, આવો સંકલ્પ તમામ કાર્યકર્તાઓ કરે. તમારો સંકલ્પ જ તમને તાકાત અને વિશ્વાસ આપે છે.
વોટર હાર્વેસ્ટીંગના મોટા સંકલ્પની જાહેરાત કરવામાં આવી
બાદમાં તેમણે વિવિધ મુદ્દે કાર્યકર્તાઓ-નેતાઓને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સાંસદ, ધારાસભ્ય, મેયર-ચેરમેન દ્વારા વિવિધ રાશી ફાળવીને વડોદરામાં વોટર હાર્વેસ્ટીંગના મોટા સંકલ્પની જાહેરાત કરવામાં આવી હતી. જેને સૌએ તાળીઓથી વધાવી લીધો હતો.
આ પણ વાંચો -- Banaskantha : ગેનીબેન ઠાકોરે ફરી એકવાર શંકર ચૌધરી પર સાધ્યું નિશાન! કહ્યું - એ BJP નાં..!


