VADODARA : 60 વર્ષના વૃદ્ધે સગીરાનો દેહ ચૂંથ્યો
VADODARA : સંસ્કારી નગરીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 60 વર્ષના વૃદ્ધે સગીરાનો દેહ ચૂંથ્યો હોવાની ઘટના ગોરવા પોલીસ મથકના ચોપડે નોંધાઇ છે. આ મામલે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. અને સાયન્ટીફીક કીટની મદદથી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ACP ના જણાવ્યા અનુસાર, પીડિતા થોડાક મેન્ટલી ડિસેબલ છે. ઘટના બાદ આરોપીની સ્થાનિકો જોડે હાથાપાઇ થવાના કારણે તેને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેને સારવાર અપાવી તેની ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે ગોરવા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠિયા વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. (OLD AGE MAN RAPE MINOR GIRL IN VADODARA)
પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી
ACP આર. ડી કવાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 24, ફેબ્રુઆરીના રોજ સાંજે 5 - 30 કલાકની આસપાસ ગોરવા પોલીસ મથક હદ વિસ્તારમાં દુષકર્મની ઘટના સામે આવી હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ મથક દ્વારા ગંભીર નોંધ લઇને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી અશોક પરમારની સ્થાનિક લોકો જોડે હાથાપાઇ થઇ હતી. જેમાં તે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. બાદમાં તેની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનામાં પીડિતા સગીર છે, જેથી પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે તપાસ ગોરવા પીઆઇ લાઠિયા ચલાવી રહ્યા છે.
પીડિતાની ઉંમર 16 વર્ષ અને 9 માસ છે
આ મામલામાં સાયન્ટીફીક કીટનો ઉપયોગ કરીને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. બનાવના સ્થળેથી ઓઇલની શીશી તથા અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે, તેનું પંચનામું કરવામાં આવ્યું છે. પીડિતા થોડાક મેન્ટલી ડિસેબલ છે, બંને નજીક નજીકમાં રહે છે. બંને એકબીજાના પરિચયમાં હતા. દુષકર્મ આચરનારની ઉંમર 60 થી વધુ છે. પીડિતાની ઉંમર 16 વર્ષ અને 9 માસ છે. પીડિતા અભ્યાસ કરે છે, આરોપીની અટકાયત કરીને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે. તેના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.
આ પણ વાંચો --- VADODARA : દુષકર્મ પીડિતા સગીરાએ જીવન ટૂંકાવતા ચકચાર


