Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મહિલા જોડેની પ્રથમ મુલાકાતમાં 74 વર્ષિય વૃદ્ધએ આચર્યું દુષકર્મ

VADODARA : એકલવાયું જીવન જીવતા વૃદ્ધએ જીવન સંગીનીની શોધમાં લગ્ન વિષયક સાઇટ શાદીડોટ.કોમ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
vadodara   મહિલા જોડેની પ્રથમ મુલાકાતમાં 74 વર્ષિય વૃદ્ધએ આચર્યું દુષકર્મ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ઢળતી ઉંમરે વૃદ્ધે શાદીડોટ.કોમ નામની મેટ્રીમોની વેબસાઇટ પરથી પરિચયમાં આવેલી મહિલા જોડે હોટલમાં દુષકર્મ આચર્યું હોવાનો કિસ્સો સપાટી પર આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે સયાજીગંજ પોલીસ મથક (SAYAJIGUNJ POLICE STATION) માં ફરિયાદ નોંધાવા પોલીસે તુરંત એક ટીમને મહારાષ્ટ્ર જવા રવાના કરી હતી. ટીમે ગણતરીના કલાકોમાં જ દુષકર્મી વૃદ્ધની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધીરે ધીરે બંને વચ્ચે વોટ્સએપ થકી વાત વધી

26, નવે. ના રોજ શહેરના સયાજીગંજ પોલીસ મથકમાં દુષકર્મની એક ઘટના નોંધાઇ હતી. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી હરીપ્રસાદ જગન્નાથ રાઠી (ઉં. 74) (રહે. એલઆઇજી, વીએચબી કોલોની શાંતિનગર, નાગપુર, મહારાષ્ટ્ર) ની પત્નીનું દેહાંત થતા તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. અને જીવન સંગીનીની શોધમાં તેમણે લગ્ન વિષયક સાઇટ શાદીડોટ.કોમ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાન તેઓ લગ્ન વિષયક શાદીડોટ.કોમ વેબસાઇટ પર રાજકોટની 50 વર્ષિય મહિલાના સંપર્કમાં આવ્યા હતા. ધીરે ધીરે બંને વચ્ચે વોટ્સએપ થકી વાત વધી હતી. આખરે લગ્ન નક્કી કરવા માટે વડોદરાની હોટલમાં મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યાં પહેલી જ મુલાકાતમાં વૃદ્ધે મહિલાનો દેહ ચૂંથ્યો હતો. જે અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આરોપીને દબોચી લઇને વડોદરા લાવવામાં આવ્યો

ફરિયાદ બાદ આરોપી મહારાષ્ટ્રનો હોવાનું જણાઇ આવતા તુરંત ઉપરી અધિકારીની મંજૂરીથી એક ટીમ નાગપુર, મહારાષ્ટ્ર જવા માટે રવાના થઇ હતી. જ્યાંથી આરોપીને દબોચી લઇને વડોદરા લાવવામાં આવ્યો છે. આરોપીએ તેની પુછપરછમાં ગુનો આચર્યો હોવાની કબુલાત કરી છે. આખરે આરોપીને વડોદરા લાવીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- Chhota Udaipur : નામાંકિત શાળાનાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને બોલાવી અને કર્યું શરમજનક કૃત્ય

Tags :
Advertisement

.

×