Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઓસિયા હાઇપરમાર્ટમાંથી ખરીદેલા ગોળમાં નીકળી જીવાત

VADODARA : વડોદરા (VADODARA) ના ઓસિયા હાઇપરમાર્ટ (OSIA HYPERMART) માંથી ગોળ ખરીદી કર્યા બાદ ગ્રાહકે તેને ઘરે જઇે જોતા તેમાંથી જીવાત નિકળી હતી. બાદમાં આ અંગે રજુઆત કરતા મોલ માલિકા ઉદ્ધત જવાબ આપ્યો હતો. બાદમાં ગ્રાહકે મીડિયાનો સંપર્ક સાધીને સમગ્ર...
vadodara   ઓસિયા હાઇપરમાર્ટમાંથી ખરીદેલા ગોળમાં નીકળી જીવાત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ઓસિયા હાઇપરમાર્ટ (OSIA HYPERMART) માંથી ગોળ ખરીદી કર્યા બાદ ગ્રાહકે તેને ઘરે જઇે જોતા તેમાંથી જીવાત નિકળી હતી. બાદમાં આ અંગે રજુઆત કરતા મોલ માલિકા ઉદ્ધત જવાબ આપ્યો હતો. બાદમાં ગ્રાહકે મીડિયાનો સંપર્ક સાધીને સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો.

મીડિયાનો સંપર્ક કરીને સમગ્ર મામલે ઉજાગર કર્યો

વડોદરાના ઓસિયા હાઇપર માર્ટ મોલમાંથી ગ્રાહકે ગોળ ખરીદ્યા બાદ તેને કડવો અનુભવ થયો હતો. ગોળ ઘરે જઇને બીજા દિવસે ખોલતા તેમાંથી જીવાત નિકળી હતી. બાદમાં આ અંગે મોલના મેનેજરનું ધ્યાન દોરતા તેણે ઉદ્ધત જવાબ આપ્યો હતો. જે ગ્રાહકનો ગમ્યું ન્હતું. અને તેમણે મીડિયાનો સંપર્ક કરીને સમગ્ર મામલે ઉજાગર કર્યો હતો. આ અંગે પાલિકા દ્વારા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

મને ઉદ્ધત જવાબ આપ્યો

ભાસ્કર પટેલ જણાવે છે કે, ગઇ કાલે હું અને મારી દિકરી કરીયાણું લેવા આવ્યા હતા. તેમાં ગોળ પણ ખરીદ્યો હતો. આજે સવારે ગોળ ખોલ્યો તો તેમાંથી જીવડાં મળી આવ્યા હતા. હું તે લઇને મોલ પર આવ્યો અને કહ્યું હતું. તો તેમણે મને કહ્યું કે, અમે દરેક પેકીંગ ખોલીનો જોઇએ કે તેમાં કેવો માલ છે, આ રીતે તેમણે મને ઉદ્ધત જવાબ આપ્યો. તેમાંથી જીવડાં અને સડેલો ગોળ નિકળ્યો હતો, બાદમાં મીડિયાનો સંપર્ક કર્યો હતો. આવું બીજા કોઇની જોડે ના થવું જોઇએ. 100 માંથી 5 પેકેટ તો તેમણે ખોલીને જોવો જોઇએ. માલ વેચનારનો વાંક છે. મોલમાં પેકીંગમાં વસ્તુઓ મળે છે, એટલે ગ્રાહક ખરીદતો હોય છે. માણસ આવું ખાઇ લે તો તેમનું નુકશાન થઇ જાય.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે એડમિટ બાળકીનું મોત

Tags :
Advertisement

.

×