VADODARA : 12 PI ની આંતરિક બદલી, કારેલીબાગ પોલીસ મથકમાં મોટા ફેરફાર
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની પોલીસ જવાનની હાજરીમાં જ હત્યાનો ચકચારી મામલો સામે આવ્યો હતો. જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન (KARELIBAUG POLICE STATION) અને રાવપુરા પોલીસ સ્ટેશન (RAOPURA POLICE STATION) હદ વિસ્તારમાં અલગ અલગ બનાવો બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા. જેના હવે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગતમોડી રાત્રે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા 12 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી દીધી છે. સાથે જે કારેલીબાગ પોલીસ મથકના પીઆઇ સહિત 17 જવાનોની અન્યત્રે બદલી કરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી
વડોદરાના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં પહેલા માથાકુટ થઇ હતી. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોની મદદ માટે ભાજપના પૂર્વ કોર્પરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર હોસ્પિટલ પહોંચ્યો હતો. દરમિયાન આરોપી બાબર પઠાણ પોલીસ જાપ્તામાં ત્યાં આવ્યો હતો. અને પોલીસની હાજરીમાં જ બાબરે ચાકુના ઘા ઝીંકતા તપન ઢળી પડ્યો હતો. આ મામલે પોલીસની કામગીરી પર ભારે માછલા ધોવાયા હતા. ઘટનાના બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગતરાત્રે કારેલીબાગ પોલીસ મથકના પીઆઇ સહિત 17 જવાનોના સ્ટાફની એકસામટી બદલી કરી દેવામાં આવી છે. આ સાથે જ વડોદરાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા 12 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. જેને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
12 PI ની બદલીનું લિસ્ટ, વાંચો કોને ક્યાં મુકાયા
કારેલીબાગ પોલીસ મથકમાં 17 ની બદલી, વાંચો કોને ક્યાં મુકાયા
અન્ય પોલીસ મથકમાંથી 11 ની કારેલીબાગ પોલીસ મથકમાં બદલી, વાંચો કોને ક્યાંથી મુકાયા
PSI ને કારેલીબાગ પોલીસ મથકમાં મુકાયા
આ પણ વાંચો -- Ahmedabad : Khyati Hospital 'કાંડ' માં વધુ બે નામ સામે આવ્યા, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા!


