ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : જુગારમાં પકડાયેલો પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

VADODARA : 30 ડિસે. ના રોજ મકરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, તરસાલીના શરદનગરમાં લોકો ભેગા થઇને જુગાર રમી રહ્યા છે
10:45 AM Jan 06, 2025 IST | PARTH PANDYA
VADODARA : 30 ડિસે. ના રોજ મકરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, તરસાલીના શરદનગરમાં લોકો ભેગા થઇને જુગાર રમી રહ્યા છે

VADODARA : તાજેતરમાં મકરપુરા પોલીસ (MAKARPURA POLICE STATION - VADODARA) દ્વારા બાતમીના આધારે ઘરમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 12 ખેલીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. સૌના આશ્ચર્ય વચ્ચે તે પૈકી એક સંજય સાહેબરાવ બેડસે (રહે. સોમનાથ નગર, તરસાલી) ફતેગંજ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું. આ મામલાની ગંભીર નોંધ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, સંજય બેડસેને સસ્પેન્ડ (POLICE CONSTABLE SUSPENDED - VADODARA) કરી દેવામાં આવ્યો છે. જેને પગલે બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

શું હતો સમગ્ર મામલો

30 ડિસે. ના રોજ મકરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, તરસાલીના શરદનગરમાં આવેલા મકાનમાં કેટલાક લોકો ભેગા થઇને પાના-પત્તાનો જુગાર રમી રહ્યા છે. બાદમાં પોલીસે પંચોને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. સ્થળ પર પહોંચતા ઘર બહાર પાંચ જેટલી બાઇકો મળી આવી હતી. બાદમાં પોલીસની ટીમે ઘરમાં પ્રવેશ કર્યો હતો.

પ્રતિદિન રૂ. 2 હજારમાં મકાન ભાડે આપ્યું

ઘરના અંદરના બેડરૂમમાં જુગારના પત્તા અને અલગ અલગ ચલણી નોટો મળી આવી હતી. બાદમાં મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી. દરોડામાં એક ઇસમને ઘરની માલિકી અંગે પુછતા તેણે જણાવ્યું કે, આ ઘર વર્ષ 2003 માં ગોપાલ ઠક્કર પાસેથી ખરીદેલું છે. પરંતુ દસ્તાવેજના રૂપિયાની સગવડ ના થવાના કારણે તેના જ નામે છે. આ મકાનને પ્રતિદિન રૂ. 2 હજાર રૂપિયા આપવાની શરતે જુગાર રમવા માટે ભાડે આપવામાં આવતું હતું. આ દરોડામાં પોલીસે રૂ. 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓના નામ

ઉપરોક્ત દરોડામાં પોલીસે પ્રણવ જયકૃષ્ણભાઇ પંડ્યા (રહે. તરસાલી, શરદનગર), સંજય સાહેબરાવ બેડસે (રહે. સોમનાથ નગર, તરસાલી), કિરણકુમાર નટવરલાલ પંડ્યા (રહે. વિશાલ નગર, તરસાલી), જીતેન્દ્ર દિલીપભાઇ બડગુજર (રહે. સમન્વય ફ્લેટ્સ, વડસર, વડોદરા), રાજેશભાઇ રણધિરસિંહ ભેલ (રહે. દેસાઇ નગર, તરસાલી), કિશોરભાઇ અંબુભાઇ વણકર (રહે. પરીશ્રમ પાર્ક, તરસાલી), અજય કનૈયાલાલ શાહ (રહે. દેસાઇ કોલોની, તરસાલી), લક્ષ્મણ ઉર્ફે મુન્નો જગમલભાઇ ભરવાડ (રહે. અનુપમનગર, દંતેશ્વર), રાજેશ બાબાસાહેબ ખરડે (રહે. ગુરૂદત્ત સોસાયટી, વાઘોડિયા), શૈલેષ કનુભાઇ જયસ્વાલ (રહે. વિશાલનગર, તરસાલી) અને રમેશભાઇ બાબુભાઇ ચૌહાણ (રહે. શરદનગર, તરસાલી) સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી પૈકી સંજય સાહેબરાવ બેડસે (રહે. સોમનાથ નગર, તરસાલી) ફતેગંજ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો -- Rajkot : AIIMS માં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, કારણ ચોંકાવનારું!

Tags :
cardconstablefoundgamblingGujarat FirstGujarat NewsGujarati Newsin illegaloverpoliceSuspendedVadodara
Next Article