ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ક્રાઇમ બ્રાન્ચના ગનમેન સહિત અન્ય પીધેલા મળી આવ્યા

VADODARA : એક કારના ચાલક લથડીયા ખાતી હાલતમાં અને લવારી કરતા જણાતા હતા. તેનું મોઢું સુંઘતા તેઓ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું
03:09 PM Feb 07, 2025 IST | PARTH PANDYA
VADODARA : એક કારના ચાલક લથડીયા ખાતી હાલતમાં અને લવારી કરતા જણાતા હતા. તેનું મોઢું સુંઘતા તેઓ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું

VADODARA : વડોદરા પોલીસ (VADODARA) ના કંટ્રોલ રૂમમાં ફોન કરીને મળસ્કે કાર અકસ્માક થઇ હોવાની માહિતી આપવામાં આવી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેવામાં એક કારમાંથી ત્રણ લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તમામને પોલીસ મથકે લાવીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં ત્રણ પૈકી એક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ગનમેન (AHMEDABAD CRIME BRANCH GUNMAN FOUND DRUNK - VADODARA) હોવાની પુષ્ટિ થઇ હતી. આખરે આ મામલે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોઢું સુંઘતા તેઓ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું

ACP અશોક રાઠવાએ મીડિયાને જણાવ્યું કે, આજે સવારે 4 વાગ્યે કંટ્રોલરૂમમાં પોલો ક્લબની સામે કાર અકસ્મતના બનાવ અંગેની વર્ધિ મળી હતી. જે બાદ ત્યાં તાત્કાલિક પોલીસની ટીમો પહોંચી ગઇ હતી. સ્થળ પર જોતા બે કાર વચ્ચે ટક્કર થઇ હોવાનું જણાયું હતું. એક કારના ચાલક લથડીયા ખાતી હાલતમાં અને લવારી કરતા જણાતા હતા. તેનું મોઢું સુંઘતા તેઓ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. તમામને પોલીસ મથકે લાવીને તેમની પુછપરછ કરવામાં આવી હતી. કાર ચાલક વિરૂભાઇ ઝાલા પીધેલી હાલતમાં હોવાનું જણાતા તેમની સામે એમવી એક્ટ અને ઓવર સ્પીડીંગ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે.

તેઓ બી - 1 બ્રાન્ચમાં ગનમેન તરીકે કામ કરી રહ્યા છે

તેમણે ઉમેર્યું કે, તેની સાથે હિતેશકુમાર ઇશ્વરભાઇ પટેલ અને કમલેશસિંહ રાઠોડ મળી આવ્યા હતા. કમલેશસિંહ રાઠોડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં
બી - 1 બ્રાન્ચમાં ગનમેન તરીકે કામ કરી રહ્યા છે. તેઓ પીધેલી હાલતમાં જણાઇ આવતા, તેમની સામે પ્રોહીબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

માંજલપુરમાં કોઇને ત્યાં લગ્નપ્રસંગમાં આવ્યા હતા

આખરમાં જણાવ્યું કે, તમામને પકડ્યા બાદ તેની સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને, તેમનું મેડિકલ કરાવવામાં આવ્યું છે. પોલીસ કર્મચારી હોવાથી સંબંધિત ડિપાર્ટમેન્ટને તેની જાણ કરવામાં આવી છે. એક પોલીસ કર્મચારી હોવાથી જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા વિરૂદ્ધ જે ખાતાકીય કાર્યવાહી હશે, તે ત્યાંથી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીમાં એક કાર જમા કરવામાં આવી છે. આ લોકો માંજલપુરમાં કોઇને ત્યાં લગ્નપ્રસંગમાં આવ્યા હતા. અને ત્યાંથી તેઓ રીટર્ન થઇ રહ્યા હતા.

આ પણ વાંચો --- VADODARA : SMC ની ટીમ પર હુમલો કરનાર માથાભારે હથકડીમાં કેદ

Tags :
ActionAhmedabadbranchCrimeDrunkfaceGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGunmannabbedpolicethreeVadodara
Next Article