VADODARA : ધાર્મિક સ્થાનોને શિકાર બનાવતી "ગરાસિયા ગેંગ" ની કમર તોડતી ગ્રામ્ય LCB
VADODARA : વડોદરા ગ્રામ્ય પોલીસ (VADODARA RURAL POLICE) ની LCB શાખા (LOCAL CRIME BRANCH) દ્વારા મિલકત સંબંધી ગુનાઓના ઉકેલ માટે અગાઉ ઝડપાયેલા આરોપીઓ પર વોચ રાખવામાં આવે છે. તાજેતરમાં કરજણ પોલીસ મથકમાં ધર્મસ્થાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. જે અંગે વધુ તપાસ ગ્રામ્ય એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેવામાં ટેક્નિકલ વર્કઆઉટ કરતા ધ્યાને આવ્યું કે, જૈન દેરાસરમાં ચોરી કરનાર રાજસ્થાનના સીરોહીના પીંડવાડા તાલુકાની ગરાસીયા ગેંગ સક્રિય છે. જેઓ મંદિરની તમામ વિગતોથી માહિતગાર હોય છે. અને રાત્રીના સમયે તેઓ આ ગુનાને અંજામ આપતા હોય છે. જેથી એક ટીમને રાજસ્થાના પીંડવાડાના કુંડાલ ગામે રવાના કરવામાં આવી હતી. ટીમને ત્યાંથી ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને દબોચવામાં સફળતા મળી છે. સાથે જ ગુનામાં વપરાયેલી ઇકો કાર પણ જપ્ત કરવામાં આવી છે.
ગુગલ મેપ થકી નજીકના ધર્મસ્થાનોમાં ચોરી કરવાનો પ્લાન બનતો
ઉપરોક્ત કાર્યવાહીમાં ટીમને લાલારામ ગંગારામ સોહન (ગરાસિયા) (રહે. કુંડાલ, પીંડવાડા, રાજસ્થાન) અને સુનિલ ઉર્ફે સીનારામ બાબુલાલ સીસોદીયા (ગરાસિયા) (રહે. કાલુમ્બરી પંચાયત, વરલી, પીંડવાડા, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. બંનેની પુછપરછ કરતા જણાવ્યું કે, લાલારામ મંદિરમાં પથ્થર ઘસવાનું કામ કરતો હતો. તે હાઇવેના વળાંક પર કોઇ મંદિર જોઇ રાખતો હતો. બાદમાં ગુગલ મેપ થકી નજીકના ધર્મસ્થાનોમાં ચોરી કરવાનો પ્લાન બનતો હતો. બાદમાં બીજા સાથીદારો જોડે મળીને મંદિરમાં ચોરી કરીને તેઓ વતનમાં જતા રહેતા હતા. ઉપરોક્ત આરોપીઓને દબોચતા રાજ્યમાં 8 વિવિધ જગ્યાઓ પરના ગુનાઓ ઉકેલાયા છે. બંને પૈકી લાલા રામ સામે ત્રણ અને સુનીલાલ સામે પાંચ ગુનાઓ નોંધાયા છે.
વોન્ટેડ સહઆરોપીઓના નામો નીચે મુજબ છે.
- લાડુરામ માલારામ સોહન (ગરાસિયા)
- પીપારામ બાબુરામ સોહન (ગરાસિયા)
- લીંબારામ અંબારામ સોહન (ગરાસિયા)
- હુસારામ ડાગર (ગરાસિયા)
- પલ્લારામ હુસારામ સોહન (ગરાસિયા)
- રીંગનારામ અંબાજીરામ સોહન (ગરાસિયા)
- પલ્લારામનો મોટો જમાઇ
- હેમરાજ કિશોરભાઇ સોની (સોની - વેપારી)
- હિતેશભાઇ પુખરાજભાઇ સોની (સોની - વેપારી) (તમામ રહે. સીરોહી, પીંડવાડા, રાજસ્થાન)
આ પણ વાંચો -- VADODARA : ડિજિટલ અરેસ્ટ : 36 કલાક યુવકે પોતાના જ ઘરમાં "જેલવાસ" ભોગવ્યો


