Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સયાજીબાગ ઝૂમાં નવા મહેમાનોનું આગમન જારી, ત્રણ વન્યજીવોનો ઉમેરો

VADODARA : ઓથોરીટીના નિયમોઅનુસાર તમામને ક્વોરન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યા છે. તે સમયગાળો પૂર્ણ થયા બાદ તમામને સામાન્ય લોકો જોઇ શકશે
vadodara   સયાજીબાગ ઝૂમાં નવા મહેમાનોનું આગમન જારી  ત્રણ વન્યજીવોનો ઉમેરો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીબાગ ઝૂ (SAYAUJIBAUG ZOO - VADODARA) માં નવા વન્ય જીવોનું આગમન જારી છે. તાજેતરમાં મહારાષ્ટ્રથી વાઘ-વાઘણની જોડી લાવ્યા બાદ હવે રીંછ, તાડ બિલાડી અને શિયાળ નવા મહેમાન બનીને આવ્યા છે. હાલ ઝૂ ઓથોરીટીના નિયમોઅનુસાર તમામને ક્વોરન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યા છે. તે સમયગાળો પૂર્ણ થયા બાદ તમામને સામાન્ય લોકો જોઇ શકશે. ઝૂ ક્યુરેટરના જણાવ્યા અનુસાર, તમામ પ્રાણીઓ વડોદરા ઝૂના વાતાવરણને સારી રીતે રીસ્પોન્સ આપી રહ્યા છે. જેને લઇને ટુંક સમયમાં શહેરીજનો તેઓને નિહાળી શકશે.

ઓથોરીટીના નિયમોઅનુસાર ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા

વડોદરાનું સયાજીબાગ ઝૂ વર્ષોથી મધ્યગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બનીને રહ્યું છે. હવે તંત્ર દ્વારા ધીરે ધીરે તેના આકર્ષણોમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં એનિમલ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્રથી વાઘ-વાઘણની જોડીને વડોદરા ઝૂમાં લાવવામાં આવી છે. તેઓને લાવ્યા બાદ ઝૂ ઓથોરીટીના નિયમોઅનુસાર ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. જે બાદ હાલમાં એનિમલ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત સુરતથી રીંછ, શિયાળ અને તાડ બિલાડીને વડોદરાના કમાટીબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે. આમ, એક પછી એક નવા વન્ય જીવો વડોદરા ઝૂના મહેમાન બની રહ્યા છે.

Advertisement

રીંછનું સિદ્ધી રાખવામાં આવ્યું છે

નવા લવાયેલા તમામ પ્રાણીઓને ઝૂ ઓથોરીટીના નિયમો અનુસાર ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. ક્વોરન્ટાઇન નો સમયગાળો પૂર્ણ થયા બાદ લોકો તેઓને નિહાળી શકશે. ઝૂ ક્યૂરેટરના જણાવ્યા અનુસાર, રીંછનું સિદ્ધી રાખવામાં આવ્યું છે. હાલ વાઘ-વાઘણનું નામ રાખવાનું બાકી છે. તમામ પ્રાણીઓ ક્વોરન્ટાઇન પીરીયડમાં સારૂ રિસ્પોન્ડ કરી રહ્યા છે. તે જોતા તેમને વડોદરાનું વાતાવરણ માફક આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ટુંક સમયમાં લોકો તેમને જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ઇસ્ટ ઝોનની કચરા ગાડીઓના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્ને લડી લેવાના મુડમાં

Tags :
Advertisement

.

×