VADODARA : સ્પેનના વડાપ્રધાનનું મોડી રાત્રે આગમન, એરપોર્ટ ઉપર ઉમળકાભેર સ્વાગત
VADODARA : રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારત (ATMANIRBHAR BHARAT IN DEFENCE) ની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી – ૨૯૫ની ફાઇનલ એસેમ્લી લાઇન (TATA AIRBUS ASSEMBLY PLANT (C-295) - VADODARA) નું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ (SPAIN PM PEDRO SANCHEZ) નું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી
સ્પેનીશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ (SPAIN PM PEDRO SANCHEZ) અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું. જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત દિનેશ પટનાયક, વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટર બી. એ. શાહ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. એરપોર્ટ ઉપર સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રપરિધાન સાથે ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેને સ્પેનિશ વડાપ્રધાનએ નિહાળ્યું હતું.
બંને દેશો વચ્ચે મહત્વના કરાર થશે
સ્પેનના વડાપ્રધાન આજે સવારે ટાટા એરબસના પ્લાન્ટના ઉદ્ધાટન પ્રસંગે હાજર રહેશે. ત્યાર બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે રાજવી પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતે જશે. ત્યાર બાદ બંને દેશોના પીએમ અને હાઇ પાવર ડેલિગેશન શાહી ભોજન માણશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના કરાર થશે.
આ પણ વાંચો -- Vadodara: આજથી ભારતમાં જ બનશે સ્પેનના બાહુબલી....


