Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માતા-પિતાએ ભણવા અંગે ઠપકો આપતા બાળકે જીવન ટુંકાવ્યું

VADODARA : મૃતકના પિતાએ મંંજુસર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી, જે બાદ તપાસ ASI દિવ્યાબેન લક્ષ્મણભાઇને સોંપાઇ છે
vadodara   માતા પિતાએ ભણવા અંગે ઠપકો આપતા બાળકે જીવન ટુંકાવ્યું
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં વેમાલીમાં આવેલી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને બ્રાઇટ ડે સ્કુલમાં ભણતા 13 વર્ષિય બાળકને તેના માતા-પિતા દ્વારા ભણવામાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો. જે બાદ તેને મનમાં લાગી આવતા તેણે જીવન ટુંકાવ્યું છે. ઘટનાને પગલે પરિવાર શોકમય બન્યો છે. આ મામલે મંજુસર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલાની તપાસ એએસઆઇ દિવ્યાબેન લક્ષ્મણભાઇને સોંપવામાં આવી છે. (STUDENT SUICIDE AFTER PARETNS SCOLD OVER STUDY - VADODARA)

જે વાતનું તેના મનમાં લાગી આવ્યું

વડોદરા ગ્રામ્યમાં આવતા વેમાલીમાં એમ. એસ. હોસ્ટેલ પાસેની સોસાયટીમાં પરિવાર રહેતો હતો. પરિવારનો દિકરો મીનેષ (નામ બદલ્યું છે) બ્રાઇટ ડે સ્કુલમાં ધો - 7 માં અભ્યાસ કરતો હતો. હાલ તેની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન તે ભણવામાં બિલકુલ ધ્યાન ના આપતો હોવાના કારણે માતા-પિતાએ તે બાબતે તેને ઠપકો આપ્યો હતો. જે વાતનું તેના મનમાં લાગી આવ્યું હતું.

Advertisement

ફરજ પરના હાજર તબિબોએ તેને મૃત જાહેર કર્યો

બાદમાં તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને બારી સાથે બેલ્ટ બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. ઘટના અંગે માતા-પિતાને આશંકા જતા દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો. જે બાદ તુરંત મીનેષને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે મૃતકના પિતાએ મંંજુસર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. જે બાદ સમગ્ર મામલાની તપાસ એ.એસ.આઇ દિવ્યાબેન લક્ષ્મણભાઇને સોંપવામાં આવી છે. ઘટનાને પગલે પરિવાર શોકાતુર બન્યો છે. માતા-પિતાએ સમય સાથે બાળકોને સમજાવવાની રીત પણ બદલવી પડશે, નહીંતર આવા કિસ્સાઓ રોકવામાં ચોક્કસ સફળતા નહીં મળે, તેવું હાલ લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- Gujarat : ઈડરમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને 20 વર્ષની સજા ફટકારાઈ

Tags :
Advertisement

.

×