VADODARA : વડોદરાના આકાશમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમના કરતબ છવાયા
VADODARA : દેશના યુવાનોમાં ભારતીય વાયુસેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા અને વાયુસેનાના કાર્યોને પ્રદર્શિત કરવામાં ઉદ્દેશ્ય સાથે સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા ઍર શો (SKAT - AIR SHOW, VADODARA) નું આયોજન કરવામાં આવે છે. બે વર્ષના વિરામબાદ ભારતીય વાયુસેનાની વિશ્વ વિખ્યાત સૂર્ય કિરણ એરોબેટીક ટીમે આકાશને ભેદતા અને આકર્ષક કરતબો કરતા વડોદરાવાસીઓએ રોમાંચ અનુભવ્યો હતો. દરજીપુરા એરફોર્સ સ્ટેશન પર નવ એરક્રાફ્ટની ટીમ તિરંગામાં રંગો અને અલગ અલગ પ્રસ્તુતિ થકી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બનાવ્યા હતા.
'A' અને 'Y' ની આકાશી આકૃતિઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી
ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા વડોદરા શહેરના દરજીપુરા સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે આકાશમાં વિવિધ કરતબો પ્રદર્શિત કરતો ઍર શો યોજાયો હતો. વર્ષ ૨૦૨૫ ના કૅલેન્ડરના પ્રથમ ઍર શોની શરુઆત વડોદરા ખાતેથી કરીને પ્રેક્ષકો સમક્ષ SKAT ની ટીમ દ્વારા લુપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફલાયિંગ, અંગ્રેજી અક્ષર 'A' અને 'Y' ની આકાશી આકૃતિઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સાથે હૃદયની આકૃતિ અને એક સાથે પાંચ હવાઈ જહાજો આવીને DNA સ્ટ્રકચરને થકી હેલિક્સનો આકાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
કમ્પોઝીટમાં તેજસ, ડાયમંડ અને પ્રચંડનું પ્રદર્શન કર્યું
ઘડિયાળના કાંટે નિર્ધારિત સમય સાથે ટકરાતા સૂર્ય કિરણ એરક્રાફ્ટના નવ ડેર ડેવિલ પાઇલોટ્સની ટીમે તેમના લડાકુ વિમાન સાથે ઉડાન ભરી દિલધડક પ્રદર્શનો કર્યા હતા. સૂર્ય કિરણ ટીમે વળાંક, વિંગઓવર, લૂપ્સ અને બેરલ રોલ્સનો સમાવેશ થાય છે. એર શો માં ટીમ કમ્પોઝિટ અને સિંક્રોમાં પ્રદર્શન કર્યું હતું. કમ્પોઝીટમાં તેઓએ તેજસ, ડાયમંડ અને પ્રચંડનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે, સિંક્રોમાં તેઓએ આલ્ફા ક્રોસ, ડબલ કૉર્ક સ્ક્રૂ, રોલ બેક, હાર્ડ ટર્ન અને પીલ ટુ લેન્ડ કરતબ બતાવી હતી.
આકર્ષક એરોબેટિક દાવપેચનું પ્રદર્શન
સૂર્યકિરણ ટીમ, નવ હોક MK-132 એરક્રાફ્ટ સાથે, પાંચ મીટરથી ઓછા અંતરે અત્યંત નજીકથી ઉડાન ભરી હતી. આ ડેરડેવિલ્સે લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા આકર્ષક એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કર્યું. રચનાઓમાં તેઓએ એરો, ડાયમંડ, તેજસ, યાન્કી અને દાવપેચમાં ડેરડેવિલ્સે પ્રથમ દાવપેચથી શરૂઆત કરી જે એક લૂપ છે જેમાં લૂપ દરમિયાન ફોર્મેશન એરોથી ડાયમંડમાં બદલાઈ જાય છે, ઈનવર્ટેડ ફ્લાઈંગ બાય નંબર 7, ક્રોસઓવર બ્રેક, ૨+૨ કાંટાળો વાયર ક્રોસ, ૧+૧ ક્રોસ, આલ્ફા ક્રોસ, ઈનવર્ટેડ વિક, રોલબેક, ઈન્ડિયા યુનિટી રોલ, ડીએનએ, ૫ એરક્રાફ્ટ સિકવન્સ રોલ, ડાઉનવર્ડ ક્લોવર બર્સ્ટ, હાર્ટ અને અંતિમ શોસ્ટોપર દાવપેચ જય હિંદ બ્રેક રજૂ કરાયા હતા.
ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યા છે
આ વર્ષે સૂર્યકિરણ ઍર શોમાં ભારતીય હવાઇ દળના યુવાનો દ્વારા દેશના તિરંગાને ધ્યાનમાં રાખીને અને મેક ઈન ઈન્ડિયાના સંકલ્પને ચરિતાર્થ કરતા મોડીફાઇડ સ્મોગ મુખ્ય વિશેષતા હતી. તમામ એરોબેટીક્સ સ્ટન્ટ્સમાં તિરંગામાં રંગો આકાશમાં લહેરાતા ઉપસ્થિત સર્વ દેશભક્તિના રંગમાં રંગાયા હતા. ગ્રુપ કેપ્ટન અજય દશરથીની આગેવાનીમાં ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિક સાથે ટીમમાં 14 પાઈલટ છે. તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યા છે, જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર અને એડમિનિસ્ટ્રેટર છે અને સ્ક્વોડ્રન લીડર સુદર્શન ટીમના ડૉક્ટર છે.
'સર્વદા સર્વોત્તમ ' ને સાર્થક કરીને વિશ્વની ગણતરીમાંની એક ટીમ
નોંધનીય છે કે, સૂર્ય કિરણ એરોબેટિક ટીમની રચના વર્ષ ૧૯૯૬ માં કરવામાં આવી હતી અને એશિયાની એકમાત્ર નવ ઍરક્રાફટ એરોબેટિક્સ ટીમ બની છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ માત્ર ભારત માંજ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 'સર્વદા સર્વોત્તમ ' ના સૂત્રને સાર્થક કરીને વિશ્વની ગણતરીની ટીમમાંની એક ટીમ બની છે.
વિમાનચાલકોની ભાવિ પેઢીઓને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે
સૂર્યકિરણ એરોબેટિક ટીમના પ્રાથમિક ઉદ્દેશ ભારતીય વાયુસેના અને તેની તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષોથી, ટીમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસંખ્ય એરશોમાં ભાગ લીધો છે. આ શો ભારતીય વાયુસેનાની ક્ષમતાઓનું પ્રદર્શન કરવા સાથે વિમાનચાલકોની ભાવિ પેઢીઓને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ કનેક્ટીવીટી વધારના સાંસદની રજુઆત


