VADODARA : ગરમીમાં ટ્રાફિક પોલીસના જવાનોને ઠંડા-કૂલ રાખશે AC હેલ્મેટ
VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચો જતો જાય છે. ત્યારે ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિક પોલીસના જવાનોને ફરજ દરમિયાન રાહત આપવા માટે એસી હેલ્મેટ સાથે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં વડોદરા પોલીસ દ્વારા જવાનોને વધુ 300 એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ હેલ્મેટની ખાસીયત છે કે, 1 કલાક ચાર્જ કર્યા બાદ તેની બેટરી 8 કલાક સુધી ચાલે છે. (VADODARA POLICE ADDED MORE AC HELMET FOR TRAFFIC OFFICER).
-Vadodaraમાં ટ્રાફિક પોલીસને ગરમીથી બચવા AC હેલ્મેટ વ્યવસ્થા
-માં ટ્રાફિક પોલીસને ગરમીથી બચવા AC હેલ્મેટ વ્યવસ્થા
-ગરમીથી બચવા માટે આપવામાં આવ્યા AC હેલ્મેટ
-300થી વધુ AC હેલ્મેટનું કર્મચારીઓમાં વિતરણ
-એકવાર ચાર્જ કર્યા બાદ 8 કલાક સુધી ચાલે છે બેટરી@Vadcitypolice #Vadodara… pic.twitter.com/LndCEvj1CP— Gujarat First (@GujaratFirst) March 27, 2025
જવાનો ગરમી સામે ટાઢક મેળવી રહ્યા છે
વડોદરામાં ગરમી દિવસેને દિવસે વધી રહી હોય તેવો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. આ ગરમીથી બચવા માટે સામાન્ય માણસ વધુ પ્રવાહી લે છે, સાથે જ સુતરાઉ કાપડના કપડાં પહેરવાનું વધુ પસંદ કરે છે. આ વચ્ચે ટ્રાફિક પોલીસના જવાનો પોતાની ફરજ આરામદાયક રીતે બજાવી શકે તે માટે તેમને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટના ઉપયોગથી ટ્રાફિક પોલીસના જવાનો ગરમી સામે ટાઢક મેળવી રહ્યા છે. અને ટ્રાફિક નિયમનની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.
300 AC હેલ્મેટનો ઉમેરો કરવામાં આવ્યો
વધુમાં વધુ ટ્રાફિક પોલીસના જવાનો આરામદાયક રીતે પોતાની ફરજ નિભાવી શકે તે માટે 300 AC હેલ્મેટનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ હેલ્મેટની ખાસીયત છે કે, એક વખત તેને ચાર્જ કરવામાં આવે તો, તેની બેટરી 8 કલાક સુધી ચાલી શકે છે. નવા હેલ્મેટ ટ્રાફિક પોલીસ જવાનો માટે આશિર્વાદ સમાન નિવડશે તેવો આશાવાદ ટ્રાફિક એસીપી વ્યાસ દ્વારા મીડિયા સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : ત્રીચી ગેંગ દબોચનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઇ-કોપ એવોર્ડ એનાયત


