Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તરસાલી તળાવમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

VADODARA : ગત રાત્રે વડોદરા (VADODARA) ના તરસાલી (TARSALI) તળાવમાંથી એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસના જવાનો તત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને રેસ્ક્યૂ કરીને તેને બહાર...
vadodara   તરસાલી તળાવમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
Advertisement

VADODARA : ગત રાત્રે વડોદરા (VADODARA) ના તરસાલી (TARSALI) તળાવમાંથી એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસના જવાનો તત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને રેસ્ક્યૂ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા મૃતહેદની વધુ કાર્યવાહી અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ સગીરા ઘરેથી મંદિર જાઉં છું તેમ કહીને નિકળી હતી. અને બાદમાં ઘરે તેના મૃત્યુના સમાચાર પહોંચ્યા હતા.

મૃતદેહને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યો

વડોદરાના જળાશયોમાં લોકોની સુરક્ષા વધારવાના ઉપાયો કરવા જરૂરી જણાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં ગૌરીવ્રતના જવારા વિસર્જન કરવા જતા એક યુવતનું મૃત્યું થયું હતું. આ ઘટના બાદ ગતરાત્રે શહેરના તરસાલી તળાવમાંથી એક 17 વર્ષિય સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસના જવાનો તત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને રેસ્ક્યૂ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પરિજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, 17 વર્ષિય સગીરા શહેરના સુભાનપુરા વિસ્તારની રહેવાસી છે. તે ઘરેથી મંદિરે જાઉં છું તેમ કહીને નિકળી હતી. બાદમાં તેના મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા હતા. સગીરા તેને ભણવા સંબંધિત તણાવમાં રહેતી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. તે ઘરે પરત ન ફરતા મંદિર તથા આસપાસમાં પરિજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જો કે, તેનો કોઇ પત્તો લાગ્યો ન્હતો.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પુરજોશ પ્રવાહમાં ગટરનું ઢાંકળુ ઉંચકાતા દુર્ગંધ મારતુ પાણી ફરી વળ્યું

Tags :
Advertisement

.

×