VADODARA : શંકાસ્પદ પ્રવાહી છાંટી દુકાનમાં આગ લગાડવાનો પ્રયાસ
VADODARA : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પટેલ પાન અને ઝેરોક્સ નામની દુકાનમાં મળસ્કે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી નાંખી આગ લગાડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. (UNKNOWN PERSON SPREAD FLAMMABLE LIQUID OUTSIDE SHOP AND FIRE - VADODARA) આ ઘટનામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ન્હતું. આગ લગાડ્યા બાદ બાઇક પર આવેલો શખ્સ તુરંત નાસી છુટ્યો હતો. બીજા દિવસે સવારે માલિકને જાણ થતા તેઓ દુકાને આવી પહોંચ્યા હતા. બાદમાં કોમ્પલેક્ષના સીસીટીવી જોતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. આ મામલે દુકાન સંચાલકો અકોટા પોલીસ મથકમાં કાચી ફરિયાદ નોંધાવી છે.
દુકાનની બાજુવાળા કાકાએ ફોન કર્યો
દુકાન સંચાલક નિકુલ પરીક્ષિત પટેલએ મીડિયાને જણાવ્યું કે, મારો પટેલ પાન નામની દુકાન છે. અટલાદરા બ્રહ્મકુમારી મંદિર પાસે આવેલા વર્ધમાન એન્કલેવમાં મારી દુકાન આવેલી છે. હું 28, ફેબ્રુઆરીની રાત્રે 10- 45 કલાકે દુકાન બંધ કરીને ગયો હતો. અને 1, માર્ચે સવારે પાંચ વાગ્યે મળસ્કે કોઇ અજાણ્યા ઇસમો આગ લગાડી છે. આ ઘટનાની મને સવારે 8 વાગ્યે જાણ થાય છે. દુકાનની બાજુવાળા કાકા જ્યારે કચરો વાળતા હોય છે, ત્યારે તેમણે મને ફોન કર્યો હતો. અને જાણ કરી કે, દુકાનમાં આગ લાગી છે. તે બાદ હું આવ્યો હતો. અને મેં જોયું તો કોઇ કારણોસર આગ લાગી હોવાનો અંદાજો હતો. ત્યાર બાદ દુકાન સાફ કરવા માટે બે માણસો લાવ્યો હતો.
બાઇક પર એક થેલી લટકાવેલી હોય તેમ દેખાય છે
વધુમાં જણાવ્યું કે, દરમિયાન મેં કોમ્પલેક્ષના સીસીટીવી તપાસ્યા ત્યારે મને જાણવા મળ્યું કે, કોઇ અજાણ્યો ઇસમ બાઇક લઇને આવે છે. કોમ્પલેક્ષમાં આવેલા ક્રોમા શો રૂમ તરફથી તે આવે છે. તેનું બાઇક મારી દુકાન પાસે ઉભુ રહે છે, તેની બાઇક પર એક થેલી લટકાવેલી હોય તેમ દેખાય છે. તેમાંથી તે કંઇ શંકાસ્પદ પ્રવાહી કાઢે છે. અને તેને શટર પાસે નાંખી દે છે, બાદમાં તેમાં દિવાસળીથી આગ ચાંપી દે છે. બાદમાં તે ભાગી જાય છે. તેનો ચહેરો કે વાહનની નંબર પ્લેટ સીસીટીવીમાં દેખાતી નથી. આ મારી જોડે કોઇ વ્યક્તિગત દુશ્મની કાઢવા માટે કર્યું હોય તેમ લાગે છે. કોણ હોઇ શકે તેનો અંદાજ નથી.
દુકાનની ઉપરના ભાગે કોમ્પલેક્ષના વાયરીંગ
વધુમાં ઉમેર્યું કે, મારું ખોટું કરવા જતા આખું કોમ્પલેક્ષ મુશ્કેલીમાં મુકાઇ શકતું હતું. મારી દુકાનની બાજુમાં રેસ્ટોરેન્ટ આવેલી છે, તેમાં ગેસના બોટલો છે, મારી દુકાન બહાર ઓક્સિજનનો બોટલ હતો. મારી દુકાન ઉપર કોમ્પલેક્ષના વાયરીંગ આવેલા છે, જો તેમાં આગ લાગત તો મોટી દુર્ઘટના સર્જાઇ શકી હોત. આ ઘટના અંગે અટલાદરા પોલીસ મથકમાં અરજી આપી છે. તેમની વ્યસ્તતાના કારણે હજીસુધી કોઇ જોવા આવ્યું નથી.,
આ પણ વાંચો --- VADODARA : રિવર્સ લેતા ડમ્પર નીચે કચડાતા ક્વોરી માલિકે દમ તોડ્યો


