Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાઘોડિયાના ધારાસભ્યને હજારો બહેનોએ રાખડી બાંધી

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP MLA DHARMENDRASINH VAGHELA) ને વિસ્તારની હજારો બહેનોએ રાખડી બાંધી છે. અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે. આ તકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ડિસેમ્બર - 2024 માસમાં વિસ્તારમાં 501 જોડાના સમુહ...
vadodara   વાઘોડિયાના ધારાસભ્યને હજારો બહેનોએ રાખડી બાંધી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP MLA DHARMENDRASINH VAGHELA) ને વિસ્તારની હજારો બહેનોએ રાખડી બાંધી છે. અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે. આ તકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ડિસેમ્બર - 2024 માસમાં વિસ્તારમાં 501 જોડાના સમુહ લગ્નની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષની જેમ મોટી સંખ્યામાં બહેનો ધારાસભ્યને રાખવી બાંધવા પહોંચતા તેમની લોકપ્રિયતા અકબંધ હોવાનો અંદાજો લગાડવો સરળ છે.

Advertisement

જુજ કિસ્સાઓ બનતા હોય

તાજેતરમાં વડોદરા ગ્રામ્યની વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. તેમાં ફરી એક વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઇને આવ્યા છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં બહેનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધી છે. આશરે 5 હજાર જેટલી બહેનોએ એક સ્થળે એકત્ર થઇને ધારાસભ્યને રાખડી બાંધી છે. આટલી મોટી સંખ્યામાં કોઇ ધારાસભ્યને રાખડીઓ બાંધવા બહેનો પહોંચી હોય તેવા જુજ કિસ્સાઓ બનતા હોય છે.

Advertisement

મારો જીવ પણ આપવો પડે તો હું એક સેકંડ પણ ખચકાઉં નહી

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે ખુબ મોટી સંખ્યામાં મતવિસ્તારની 5 હજાર બહેનો આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે રાખડી બાંધવા આવી છે. હું તમામનો આભાર માનું છું. હું માં ભગવતીને પ્રાર્થના કરું છું, આ બહેનોના કોઇ પણ કાર્યમાં હું ક્યારે ઉણો નહીં ઉતરૂં. સાથે સાથે બહેનોના રક્ષાના કામમાં મારે મારો જીવ પણ આપવો પડે તો હું એક સેકંડ પણ ખચકાઉં નહી. તેવી હું આજના પવિત્ર દિવસે ભગવાનને હું પ્રાર્થના કરું છું. આજે ડિસેમ્બર માસમાં 501 જોડાના લગ્નની જાહેરાત કરવામાં આવી છે. મારા વિસ્તારની જે કોઇ બહેનો કે દિકરાના લગ્નમાં વ્યાજે પૈસા ન લેવા પડે અથવા જમીન ગીરો ના મુકવી પડે તે માટે સમુહ લગ્નની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : "વિરોધ પક્ષ" ની સ્ટાઇલમાં બગીચાનું લોકાર્પણ, સ્થાનિકોએ રીબીન કાપી

Tags :
Advertisement

.

×