Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દુષકર્મ પીડિતા સગીરાએ જીવન ટૂંકાવતા ચકચાર

VADODARA : સગીરા પર વર્ષ 2023 માં દાહોદના નવાગામે દુષકર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગે ગુનો નોંધાયા બાદ નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
vadodara   દુષકર્મ પીડિતા સગીરાએ જીવન ટૂંકાવતા ચકચાર
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા વરણામાં પોલીસ મથક (VARNAMA POLICE STATION - VADODARA RURAL) માં દુષકર્મ પીડિતા સગીરાએ આંબાના ઝાડ પર પ્લાસ્ટીકની દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. 19, ફેબ્રુઆરીના રોજ પીડિતા કોર્ટમાં જુબાની આપવા ગઇ હતી. ત્યાર બાદથી તે ટેન્શનમાં રહેતી હતી. અને ઘર-પરિવારના સભ્યો જોડે કોઇ ખાસ વાતચીત કરતી ન્હતી. ઘટના અંગે મૃતકના પિતાએ વરણામાં પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. જે બાદ મામલાની તપાસ વરણામા પોલીસ મથકના ASI ને સોંપવામાં આવી છે. (RAPE VICTIM MINOR GIRL SUICIDE - VADODARA RURAL)

કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકની હાલની ઉંમર 17 વર્ષ હોવાનો અંદાજ છે. સગીરા પર વર્ષ 2023 માં દાહોદના નવાગામે દુષકર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગે દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરમિયાન સગીરા 19, ફેબ્રુઆરી - 2025 ના રોડ કોર્ટમાં જુબાની આપવા ગઇ હતી. જુબાની આપીને પરત આવ્યા બાદથી સગીર પીડિતા ટેન્શનમાં રહેતી હતી. અને તેનો ચહેરો પણ ઉદાસ જણાતો હતો.

Advertisement

શાંત જ બેસી રહેતી હતી

ત્યાર બાદથી તે ઘર-પરિવારના સભ્યો સાથે કોઇ ખાસ વાતચીત પણ કરતી ન્હતી. અને શાંત જ બેસી રહેતી હતી. જેથી કોર્ટમાં જવાનું થયું હોવાના કારણે તેના મનમાં કંઇ લાગી આવ્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. 25, ફેબ્રુઆરી - 2025 ના રોજ સવારે 7 વાગ્યા પહેલા તેણીએ આંબાના ઝાડ પર પ્લાસ્ટીકની દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. ઘટના અંગે મૃતકના પિતાએ વરણામાં પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે વરણામાં પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ મામલાની તપાસ એએસઆઇ સંતોષપ્રસાદ સૂર્યમણીને સોંપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વરરાજા અને DJ સંચાલક સામે ગુનો નોંધાતા ફફડાટ

Tags :
Advertisement

.

×