VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિતના 18 કામોનો અંદાજીત ખર્ચ રૂ. 2,460 કરોડ
VADODARA : ગત વર્ષે વડોદરામાં આવેલા પૂરના કારણે ભારે નુકશાન થયું હતું. અનેક દિવસો સુધી નાગરિકો પૂરના પાણી સાથે પોતાના ઘરમાં દિવસો વિતાવ્યા હતા. તે ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત 18 કામો હાથ ધરવામાં આવનાર છે. જેની પાછળ અંદાજીત કુલ ખર્ચ રૂ. 2,460 કરોડ થવાની શક્યતા છે. આ માહિતી અંગે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સવાલ પુછવામાં આવ્યો છે. જેના જવાબમાં સિંચાઇ વિભાગ દ્વારા વિગતો આપવામાં આવી છે. (VISHWAMITRI FLOOD REMOVAL WORK COST AROUND RS. 2,460 CRORE - VADODARA)
ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા માહિતી માંગવામાં આવી
વડોદરા હાલ વિશ્વામિત્રી નદીમાં ફરી પૂર ના આવે તેે માટેના પગલાં પૂર જોશમાં ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નદીને ઉંડી-પહોળી કરીને તેની વહન ક્ષમતા વધારવી, વિવિધ તળાવો ઉંડા કરવા, તેમની સંગ્રહશક્તિ વધારવી જેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રાજ્યના વિધાનસભામાં માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આ અંગેની માહિતી માંગવામાં આવી હતી. જેના જવાબમાં કુલ 18 પ્રોજેક્ટ્સ પર 2,460 કરોડનો ખર્ચ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં નદી ઉંડી કરવાથી લઇને નદી પર આવેલા બ્રિજ પ્રોટેક્શનના સુધીના વિવિધા કામોનો સમાવેશ થાય છે.
ચોમાસા પહેલા કરવાના કામોની વિગત તથા અંદાજીત ખર્ચ
- વિશ્વામિત્રી નદીના ચેનલ મોડીફીકેશન / રિસેક્શનીંગની કામગીરી - રૂ. 85 કરોડ
- 208 ફૂટના લેવલે આજવા સરોવરમાં નવીન સ્પીડ વે બનાવવાનું કામ - રૂ. 50 કરોડ
- આજવા-પ્રતાપપુરા સરોવરની ડ્રેજિંગની કામગીરી - રૂ. 25 કરોડ
- કોટંબી તથા ભાણિયારામાં નવીન બફર લેક બનાવવાનું કામ - રૂ. 130 કરોડ
- વડદલા, હરીપુરા અને ધનોરા તળાવનું ડ્રેજિંગ કામ - રૂ. 60 કરોડ
- ઢાઢર નદીના વિશ્વામિત્રી સાથેના માર્જિન પોઇન્ટ મોડીફીકેશન - રૂ. 10 કરોડ
- શહેરની મુખ્ય કાંસોનું રિસેક્શનીંગ અને ડિસિલ્ટિંગ - રૂ. 370 કરોડ
- અર્લી વોર્નિંગ સિસ્ટ ડેવલપ કરવાનું કામ - રૂ. 5 કરોડ
- નદી પર આવેલા બ્રિજ પ્રોટેક્શનનું કામ - રૂ. 30 કરોડ
- નેશનલ હાઇ-વે સમાંતર બાયપાસ વરસાદી ચેનલ - રૂ. 200 કરોડ
- સહિત અન્ય નાના-મોટા કામોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો --- VADODARA : રોફ ઝાડી પૈસા પડાવતા નકલી પોલીસનો ખેલ ખતમ


