VADODARA : પાલિકા ચેરમેનની ઓફિસ બહાર છત્રપતિ શિવાજી મહારાજનું પોસ્ટર ચોંટાડાયું
VADODARA : વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીની ઓફીસ બહાર છત્રપતિ શિવાજી મહારાજના પોસ્ટર ચોંટાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ડો. શિતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામને લઇને ગોટાળો માર્યો હતો. જે બાદ શિવસેના તથા હિંદુ સંગઠનો મોટી સંખ્યામાં તેમની ઓફિસ બહાર પહોંચ્યા હતા. અને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, વિવાદ વધતા જતા ચેરમેન દ્વારા માફી માંગી લેવામાં આવી હતી. અને ફરી આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન નહીં થાય તે માટે કાળજી રાખશે તેમ જણાવ્યું હતું. (HINDU ACTIVIST PUT POSTER OF CHHATRAPATI SHIVAJI MAHARAJ ON WALL OF VMC CHAIRMAN - VADODARA)
વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચારિત્ર્ય પર બનેલા જાણતા રાજા નામની શૌર્યગાથા રજુ કરવામાં આવી રહી છે. જેમાં વડોદરા પાલિકા દ્વારા 4 હજાર ટિકિટ ખરીદવામાં આવી છે. આ સંદર્ભે આયોજિત પ્રેસવાર્તામાં સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનું સંબોધન કરતી વેળાએ શિવાજીરાવ ગાયકવાડ બોલી જવાયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.
મારી જીભ લપસી ગઇ હતી
આ ઘટના બાદ શિવસેના તથા હિંદુ સંગઠનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અને તેમની ઓફિસ બહાર વિરોધ દર્શોવ્યો હતો. તે બાદ હિંદુ સંગઠનો દ્વારા ચેરમેનની ઓફિસ બહાર છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો તેમના નામ સાથે ચોંટાડવામાં આવ્યો હતો. વિવાદ વકરતા ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ કહ્યું કે, મારી જીભ લપસી ગઇ હતી. હું શિવાજીરાવ ગાયકવાડ બોલી ગયો હતો. તેનાથી છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થયું હોય તેવી તેમની લાગણી હતી. આવું ફરી વખત ના થાય તે માટે કાળજી રાખીશું.
આ પણ વાંચો --- VADODARA : શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને UCC ના ફોર્મ આપતા વિવાદ


