VADODARA : માટી વાળા રોડ પર કાર્પેટીંગ કરતા લોકોમાં રોષ
VADODARA : વડોદરાના ઉંડેરા રોડ પર પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા માટી વાળા રોડ પર કપચી પાથરીને કાર્પેટીંગ કરવામાં આવતા સ્થાનિકોમાં બારે રોષની લાગણી જોવા મળી રહી છે. નરી આંખે જોઇ શકાય તેમ લોકોના ટેક્સરૂપી ભરેલા નાણાંનો વેડફાટ થઇ રહ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. જેને પગલે સ્થાનિકો દ્વારા આ કામ રોકવા અને ફરી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટેની માંગ કરવામાં આવી છે. (VMC CONTRACTOR CARPETING ON MUDDY ROAD, PEOPLE ANGRY - VADODARA)
સ્થાનિકોએ લગાવ્યો સનસનીખેજ આરોપ
સ્માર્ટ સિટી વડોદરાની પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા હાસ્યાસ્પદ કામગીરી કરવામાં આવી છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ઉંડેરા વિસ્તારના મુખ્ય માર્ગ પર માટી વાળા કાચા રોડ પર કપચી પાથરીને તેનું કાર્પેટીંગ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવ્યો છે. જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને જો આગામી સમયમાં આ રોડને નવેસરથી બનાવી આપવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
માટી વાળા રોડ પર કપચી પાથરીને તેનું કાર્પેટીંગ કરાયું
જાગૃત નાગરિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ ઉંડેરા ગામનો મુખ્ય માર્ગ છે. કોયલીથી લઇને ઉંડેરા રૂબી સર્કલ સુધીનો મુખ્ય માર્ગ છે. આ રોડ ખરાબ સ્થિતીમાં છે. અમારી અનેક રજુઆતો છતાં કામ કરવામાં આવ્યું ન્હતું. આજે અહિંયા કામ કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા માટી વાળા રોડ પર કપચી પાથરીને તેનું કાર્પેટીંગ કરવામાં આવી રહ્યું છે. જે માટી જોડે ચોંટી શકે તેમ નથી. આ રોડ જેવો હતો તેવોને તેવો જ થઇ જશે. સત્તાધીશો દ્વારા આ પ્રજાના ટેક્સરૂપી ભરેલા નાણાંનો વેડફાટ છે. પ્રજા ટેક્સ ના ભરે ત્યારે વ્યાજ વસુલીને તેની ભરપાઇ કરાવે છે. આ જેણે કાર્પેટીંગ કર્યું છે, તેણે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું લાગે છે. જો આગામી દિવસોમાં રોડ નવેસરથી બનાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
આ પણ વાંચો --- VADODARA : એક શ્વાને આખું ગામ માથે લીધું, 10 લોકોને કરડતા ફફડાટ


