VADODARA : હાય રે બેદરકારી, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા પાલિકાના જીમને તાળા
VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (SMART CITY VADODARA) ના સત્તાધીશોની મૂર્ખતા વધુ એક વખત ખુલ્લી પડવા પામી છે. પાલિકા દ્વારા વર્ષો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે જીમ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ તેની બનાવટમાં ખામી હોવાના કારણે આજદિન સુધી જીમને તાળા મારેલી હાલતમાં મુકીને રાખવામાં આવ્યું છે. અને તેમાં મુકેલા સાધનો રીતસરના ધૂળ ખાઇ રહ્યા છે. જો કે, આ જીમને ફરી શરૂ કરવા માટે જરૂરી 30 જેટલા સુધારા સંસ્થાઓ સૂચવ્યા હતા. જેની અમલવારીના આજદિન સુધી કોઇ ઠેકાણા નથી.
વર્ષ 2016 સુધી આ કામની કિંમત રૂ. 13 કરોડ પર પહોંચી
વડોદરા પાલિકા દ્વારા વર્ષ 2014 માં કારેલીબાગ સ્વિમિંગ પુલ બિલ્ડીંગનું કામ કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું. જેમાં સ્વિમિંગ પુલ, તેનું બિલ્ડીંગ અને જીમનું બાંધકામ કરાયું હતું. વર્ષ 2016 સુધી આ કામની કિંમત રૂ. 13 કરોડ પર પહોંચી હતી. બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલું જીમ આજે બંધ હાલતમાં છે. આ જીમને શરૂ કરવા અંગે 30 જેટલા જરૂરી સુચનો વીએસએફએ દ્વારા સુચવવમાં આવ્યા છે. જેની આજદિન સુધી અમલવારી કરવામાં નહીં આવતા જીમ બંધ હાલતમાં છે. અને તેમાં મુકવામાં આવેલા સાધનો ધૂળ ખાઇ રહ્યા છે.
સ્વિમિગ પુલ ચાલુ હોવાથી આ કાર્ય કરવું મુશ્કેલ હોવાનો લોકોનો મત
જીમ શરૂ કરવા માટે કરવામાં આવેલા સૂચનો પૈકી હેવી વિજ લાઇનની જરૂરિયાત, નાના રૂમમાં સુધારા કરવા, વેન્ટીલેશનનો અભાવ દુર કરવો, પાણીનું લિકેજ દુર કરવુ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. હાલ, સ્વિમિગ પુલ ચાલુ હોવાથી આ કાર્ય કરવું મુશ્કેલ હોવાનો લોકોનો મત છે. આ સુધારા-વધારા શક્ય ના હોવાના કારણે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે પણ જીમને બંધ રાખવા માટેની મૌખિત મંજુરી આપી હોવાનું સુત્રોએ આખરમાં ઉમેર્યું છે.
આ પણ વાંચો -- VADODARA : વિતેલા એક સપ્તાહમાં અડધા કરોડ રૂપિયાની વિજચોરી પકડતું તંત્ર


