VADODARA : પાલિકાના પદાધિકારીઓ વચ્ચે આંતરિક ડખાના સંકેત
VADODARA : વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓ વચ્ચે આંતરિક ડખા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે મંગલપાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના પટ પર કરવાની કામગીરીના નિરીક્ષણ અર્થે પદાધિકારીઓ આવનાર હતા. જેમાં મેયર પહોંચે તે પહેલા જ પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને નિરીક્ષણ કરીને રવાન થઇ ગયા હતા. આ અંગે મેયરને પુછતા તેમણે કહ્યું કે, આમ કરવા પાછળનું કારણ તેમને જ પુછો. આવનાર સમયમાં આ પ્રકારની વધુ સામે આવો તો નવાઇ નહીં. (INTERNAL POLITICS DISPUTES BETWEEN VMC OFFICE - VADODARA)
11 - 30 કલાકે કરવા માટે જવાની જાણકારી આપવામાં આવી
હાલ વડોદરામાં મોટા પ્રમાણમાં વિશ્વામિત્રી નદીને પહોળી અને ઉંડી કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ કાર્યમાં વિવિધ ઠેકાણે નદીના પટમાં મશીન ઉતારીને કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પણ પદાધિકારીઓ સમયાંતરે જતા હોય છે. આજે મેયર ઓફિસ તરફથી સમા - મંગલપાંડે બ્રિજ નીચે કામગીરીનું નિરીક્ષણ 11 - 30 કલાકે કરવા માટે જવાની જાણકારી તમામને આપવામાં આવી હતી. જે બાદ નિયત સમયે મેયર, ડે. મેયર તથા સ્થાનિક કોર્પોરેટર પહોંચ્યા હતા.
રાજકીય મોરચે તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું
આ પહેલા જ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી સ્થળ પર પહોંચી ગયા હતા. અને મેયર સહિતના આગેવાનો આવી પહોંચે તે પહેલા ત્યાંથી રવાના પણ થઇ ગયા હતા. જેને પગલે રાજકીય મોરચે તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. આ ઘટના અંગે મેયર પિન્કીબેન સોનીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મેયર ઓફિસ તરફથી 11 - 30 કલાકે તમામને કામગીરીના નિરીક્ષણ માટે જવા અંગેની માહિતી આપવામાં આવી હતી. તેઓ કેમ વહેલા આવીને જતા રહ્યા તે અંગે તમે તેમને જ પુછો તો સારૂ. આમ, આડકતરી રીતે મેયરની વાતોમાં છુપો રોષ છલકાઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ચકચારી હિટ એન્ડ રનના આરોપીને SSG હોસ્પિટલ લવાયો


