Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : VMC ના હોદ્દેદારોએ સરકારી વાહનો પરથી સાયરન હટાવ્યા

VADODARA : ગતરોજના વિરોધ બાદ આજરોજ પાલિકાના વ્હીકલ પુલ ખાતે સરકારી વાહનો પરથી સાયરન દુર કરવામાં આવી રહ્યા છે
vadodara   vmc ના હોદ્દેદારોએ સરકારી વાહનો પરથી સાયરન હટાવ્યા
Advertisement

VADODARA : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VADODARA - VMC) માં મેયર સહિતના હોદ્દેદારોએ સરકારી વાહનો ઉપર સાયરન લગાવવાના મામલે શહેરના નામાંકિત એડવોકેટ અને બે જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કોર્પોરેશનમાં પોલીસ બોલાવી હતી. જે બાદ આવી પહોંચેલા અધિકારીએ સાયરન લગાડવા અંગેના નિયમોને લઇને તેઓ અસ્પષ્ટ હોવાનું આડતકરી રીતે જણાવ્યું હતું. જો કે, આ મામલો ઉઠાવનાર લડત આપવા માટે મક્કમ હતા. જેના પડધા આજે પડ્યા છે. આજે પાલિકાના વ્હીકલ પુલ ખાતે સરકારી વાહનો પરથી સાયરન દુર કરવામાં આવી રહ્યા છે. (REMOVE SIREN FROM VMC GOVT VEHICLES - VADODARA)

વાઈસ ચાન્સેલરના વાહન પરથી જો સાયરન ઊતરતું હોય તો...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોએ સરકારી વાહનો પર સાયરન લગાવતા વિવાદ ઉભો થયો હતો. ગતસાંજે એડવોકેટ શૈલેષ અમીન અને બે જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કોર્પોરેશનમાં પોલીસ બોલાવી હતી. અનધિકૃત રીતે પાલિકાના હોદ્દેદારો સરકારી વાહન પર સાયરન લગાવી ખુલ્લેઆમ ફરે છે. ટ્રાફિક પોલીસ કે RTO કોઈ કાર્યવાહી કરી નથી રહી. વાઈસ ચાન્સેલરના વાહન પરથી જો સાયરન ઊતરતું હોય તો પાલિકાના હોદ્દેદારોના વાહન પરથી કેમ નહીં? તેવા સવાલો ઉઠાવ્યા હતા. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક, મ્યુનિ સેક્રેટરીએ વાહન પર સાયરન લગાવ્યા છે. ત્યારે, પોલીસ ક્યારે સાયરન ઉતારશે તેના પર સવાલ ઉઠવા પામ્યા હતા.

Advertisement

તેમને પરિપત્ર અંગે જાણ નથી

એડવોકેટ શૈલેષ અમીને આ અંગે અનધિકૃત રીતે લગાવેલા સાયરન હટાવી લેવા જોઈએ,આ ગુનો બને છે, મેયરને દંડ ફટકારો તેમ જણાવ્યું હતું. વધુમાં વિશ્વામિત્રી બચાવો સમિતિના કિશોર શર્મા, સંજય વાઘેલા સાથે એડવોકેટ શૈલેષ અમીન જણાવે છે કે,પાલિકાના પદાધિકારીઓએ ગેરકાયદેસર સાયરન લગાડેલા બાબતે વિશ્વામિત્રી બચાવો સમિતિ ના પ્રમુખ કિશોર શર્મા અને સંજય વાઘેલા એ પોલીસ કંટ્રોલમાં સાંજે 5 વાગે ફરિયાદ કરેલી જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ના બે કોન્સ્ટેબલ મોટરસાઇકલ પર 5:30 કલાકે આવેલા અને જણાવેલું કે ટ્રાફિક માં અરજી કરો ત્યારે અમે કહ્યું કે અમે છ મહિના પહેલા અરજી આપેલ છે. બાદ ટ્રાફિક ના ઇન્સ્પેક્ટર આવેલા અમને મળેલા નહોતા પણ મીડિયાને જણાવેલું કે તેમને પરિપત્ર અંગે જાણ નથી કહી જતા રહ્યા.

Advertisement

કાયદાની વિરૂદ્ધમાં હોવાનું આડકતરુ સમર્થન

જો કે, આ મામલે આજે પડઘા પડ્યા છે. અને આજરોજ વડોદરા પાલિકાના વ્હીકલ પુલ ખાતે સરકારી વાહનો પરથી સાયરન દુર કરવામાં આવી રહ્યા છે. વિરોધ બાદ કરવામાં આવેલી કાર્યવાહીને પગલે પાલિકાના પદાધિકારીઓ દ્વારા લગાડવામાં આવેલા સાયરન કાયદાની વિરૂદ્ધમાં હોવાનું આડકતરુ સમર્થન મળી રહ્યું હોય તેવો ગણગણાટ છે.

આ પણ વાંચો --- VADODARA : નકલી CBI અધિકારી બની ઠગતો શાહરૂખ ઉર્ફે સલમાન ઝબ્બે

Tags :
Advertisement

.

×