Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટનની તબિયત બગડતા સારવાર લેવી પડી

VADODARA : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની અંતિમ મેચ બાદ વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝની ઉલ્ટી સાથે પેટમાં દુખાવો થવા લાગ્યો હતો
vadodara   વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટનની તબિયત બગડતા સારવાર લેવી પડી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના કોટંબી સ્ટેડિટમ (KOTAMBI INTERNATIONAL STADIUM - VADODARA) ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ ODI (IND-WI, 1st ODI) મેચ રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટનની તબિયત બે વખત બગડી હોવાનું સામે આવ્યું હતું. બીજી વખત હેલી મેથ્યુઝ (WEST INDIES FEMALE CRICKET TEAM CAPTAIN - HAYLEY MATTHEWS) ની તબિયત બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેને ટુંકી સારવાર બાદ તબિયતમાં સુધારો થતા રજા આપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્ટી સાથે પેટમાં દુખાવો થવા લાગ્યો

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ODI ફોર્મેટમાં ત્રણ મેચો રમાઇ હતી. આ મેચ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ ટીમના કેપ્ટન હેલી મેથ્યુઝની તબિયત બગડતા તેણીએ સારવાર લેવી પડી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની અંતિમ મેચ બાદ વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝની ઉલ્ટી સાથે પેટમાં દુખાવો થવા લાગ્યો હતો.

Advertisement

સ્ટમક ઇન્ફેક્શનના પ્રારંભિક લક્ષણો હેલીમાં જણાતા હતા

ત્યાર બાદ તેણીને ગેંડા સર્કલ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેણીને ટુંકી સારવાર બાદ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. સારવાર દરમિયાન હેલીના જરૂરી મેડિકલ રિપોર્ટસ કઢાવવામાં આવ્યા હતા. જેમાં કંઇ ચિંતાજનક જાણવા મળ્યું ન્હતું. તબિબિ સુત્રોના જણાવ્યા અનુસાર, સ્ટમક ઇન્ફેક્શનના પ્રારંભિક લક્ષણો હેલીમાં જણાતા હતા. તેની પાછળના પ્રાથમિક કારણો જમવામાં કંઇક આવી જવું, અથવા તો ટ્રાવેલીગના કારણે હોઇ શકે છે.

Advertisement

એકલા જ પોતાના દેશમાં પરત ફરવાનો સફર ખેડવો પડ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, અંતિમ મેચ પૂર્ણ થતા જ વેસ્ટ ઇન્ડિઝની ટીમો તેમના દેશ જવા માટે રવાના થઇ હતી. તે સમયે ટીમની કેપ્ટન હેલી મેથ્યુઝ સારવાર હેઠળ હતી. બાદમાં તેના સ્વાસ્થ્યમાં સુધારો થતા તેણીએ એકલા જ પોતાના દેશમાં પરત ફરવાનો સફર ખેડવો પડ્યો હતો.

આ પણ વાંચો -- AUS vs IND: જસપ્રીત બુમરાહે વિકેટની બેવડી સદી પૂરી કરી જુઓ Video

Tags :
Advertisement

.

×