VADODARA : રોંગ સાઇડ દોડતી બસ બાઇક ચાલક માટે યમરાજ સાબિત થઇ
- વડોદરામાં મોટા વાહનો થકી અકસ્માતની ઘટનાનો સિલસિલો જારી
- રોંગ સાઇડ આવતી બસની અડફેટે બુલેટ ચાલક આવ્યો
- ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું
VADODARA : વડોદરામાં ખાનગી બસની અડફેટે (BUS ACCIDENT - VADODARA) બુલેટ ચાલક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. જે બાદ યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી યુવકને અન્યત્રે શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. હાલ આ મામલે અટલાદરા પોલીસ મથક (ATLADRA POLICE STATION - VADODARA) માં અજાણ્યા બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગંભીર ઇજાગ્રસ્તને અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યો
અટલાદરા પોલીસ મથકમાં ધર્મેશભાઇ બાબુભાઇ પરમારે જણાવ્યું કે, તે જ્યુપિટર ચાર રસ્તા પાસે ગેરેજ ચલાવીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તાજેતરમાં તેઓ ઘરે હાજર હતા. તેવામાં રાત્રે દોઢ વાગ્યે તેમના મોટા પપ્પાની દિકરીનો ફોન આવ્યો હતો. અને તેણે રડતા જણાવ્યું કે, માનવ પોતાના કામ અર્થે બુલેટ લઇને ગયો હતો. તેનો ખીસકોલી સર્કલ પાસે અકસ્માત થયો છે. અને ડોક્ટરોએ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. બાદમાં ડોક્ટરોએ ગંભીર ઇજાગ્રસ્તને અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. બાદમાં તેને અન્યત્રકે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બાઇક અને રોડ સાઇડ પાર્ક કરેલી એક્ટીવાને અંદાજીત રૂ. 30 હજારનું નુકશાન
બાદમાં તેમણે જાણ્યું કે, માનવ પરમાર પોતાનું બાઇક લઇને રાત્રે 9 વાગ્યે ખીસકોલી સર્કલ બાજુથી ગયો હતો. અને પરત આવતા રાત્રે ખાનગી બસના ચાલકે રોંગ સાઇડ હંકારીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં બાઇક અને રોડ સાઇડ પાર્ક કરેલી એક્ટીવાને અંદાજીત રૂ. 30 હજારનું નુકશાન પણ પહોંચ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા ખાનગી બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : ઘરકામ બાબતે ઠપકો આપ્યા બાદથી પત્ની-પુત્રી લાપતા


