Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad: લ્યો બોલો! ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસના 4 ઉમેદવારો ગાયબ, કોંગ્રેસ મહામંત્રીએ કહ્યું આમાં...

Valsad: આજરોજ ફોર્મ ચકાસણી સમયે વોર્ડ નંબર 01 ના 4 ઉમેદવાર ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
valsad  લ્યો બોલો  ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસના 4 ઉમેદવારો ગાયબ  કોંગ્રેસ મહામંત્રીએ કહ્યું આમાં
Advertisement
  1. વલસાડમાં ધરમપુર નગરપાલિકાના 4 ઉમેદવારો અચાનક ગાયબ
  2. ફોર્મ ચકાસણી સમયે વોર્ડ નંબર 01 ના 4 ઉમેદવાર રહ્યાં ગેરહાજર
  3. કોંગ્રેસ મહામંત્રી અજિત ગરાસિયાએ ભાજપ પર લગાવ્યાં આરોપ

Valsad: ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે. એટલું જ નહીં પરંતુ ફોર્મ ભરવાથી લઈને અનેક બાબતો સુધી ભાજપ કોંગ્રેસ વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ વાત કરવામાં આવે વલસાડની તો અહીં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. વલસાડમાં ધરમપુર નગરપાલિકાના 4 ઉમેદવારો ગાયબ થઈ ગયાં છે. આજે ફોર્મ ચકાસણી સમયે વોર્ડ નંબર 01 ના 4 ઉમેદવાર ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો: Kutch: ભચાઉ નગરપાલિકામાં લહેરાયો ભગવો, 28 બેઠકોમાંથી 21 બેઠકો પર બિનહરીફ

Advertisement

આજે સવારથી વોર્ડ નંબર 01ના 4 ઉમેદવાર ગાયબ થયા

વિગતે વાત કરવામાં આવે તો, કોંગ્રેસ મહામંત્રી અજિત ગરાસિયા દ્વારા શહેર પ્રમુખ મુકેશ આહીરને જાણ કરી પોલીસનો સંપર્ક સાધ્યો છે. ગતરોજ ધરમપુર પાલિકાના વોર્ડ નંબર 3 ના સંદીપ દભાડીયા ગાયબ થયા હતા જે હજી સુધી કોંગ્રેસથી સંપર્ક વિહોણા જ છે. ત્યારે આજે સવારથી વોર્ડ નંબર 01ના 4 ઉમેદવાર ધનેશ આહીર, દીપિકા પટેલ,જસોદા કાકવા અને શૈલેષ દેસાઈ કોંગ્રેસથી સંપર્ક વિહોણા થઈ ગયાં છે. આ ઉમેદવારો ગાયબ થઈ જતા કોંગ્રેસ મહામંત્રી અજિત ગરાસિયાએ ભાજપ પર આરોપ લગાવ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: PM Drone Didi Yojana : મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન

ભાજપ દ્વારા ઉમેદવારોને ગાયબ કરવાનો ખેલ ખેલાયોઃ કોંગ્રેસ મહામંત્રી

કોંગ્રેસ મહામંત્રી અજિત ગરાસિયાએ આરોપ લગાવતા કહ્યું કે, ‘ભાજપ દ્વારા ઉમેદવારોને ગાયબ કરવાનો ખેલ ખેલાય રહ્યો છે. ભાજપ ધરમપુરમાં હાર ભાળી જતા ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર કરાયા છે એવી અમને શંકા છે’. નોંધનીય છે કે, આવી રીતે ઉમેદવારના અચાનક ગાયબ થવાને લઈને કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યાં છે. પરંતુ હકીકત એ છે કે, અત્યારે કોંગ્રેસના 4 ઉમેદવારો સંપર્ક વિહોણા થઈ ગયા છે, જે અત્યારે ક્યાં છે તેની કોઈને જાણ નથી. જેથી હવે ચૂંટણીનું પરિણામ કેવું આવશે તે પણ જોવું રહ્યું!

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×