vav assembly By-Election Result: વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને કહ્યું કે...
- વાવમાં પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપની રોચક જીત
- ભાજપના સ્વરૂપજી ઠાકોર 2367 મતથી ચૂંટણી જીત્યા
- લોકસભા બેઠકમાં હારનો પેટાચૂંટણીમાં ભાજપે લીધો બદલો
vav assembly By-Election Result: બનાસકાંઠાઃ વાવ વિધાનસભા બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હરાવીને ભાજવ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત પોતાને નામ કરી છે. ભાજપની જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. નોંધનીય છે કે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપની વાવ બેઠક પર 2367 મતથી જીત થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપની જીતને લઈને મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિત લોકસભાની અધ્યક્ષે પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં છે.
આ પણ વાંચો: ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો! વાવમાં જંગી બહુમત સાથે સ્વરૂપજીએ મારી બાજી
જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીની લહેર
વાવની પેટા ચૂંટણીમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપની 2367 મતથી જીત થઈ છે. નોંધનીય છે કે, જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ સાથે ખુશીમાં સમર્થકો અભિનંદન પાઠવવા પહોંચ્યા છે. મહત્વની વાત એ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરૂપજી ઠાકોરની અભિનંદન પાઠવ્યાં છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું, ‘વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન.’
આ પણ વાંચો: પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી જીતની આશા
કોંગ્રેસના ઘણા સમર્થકો હવે રહસ્યમય રીતે ચૂપ છે: હર્ષ સંઘવી
આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વાવ બેઠક પર ભાજપની જીતને લઈને કોંગ્રેસને આડેહાથે લીધું છે. તેમણે લખ્યું કે, ‘ગુજરાત વાવ બેઠકની પેટાચૂંટણી અંગે ટ્વિટર પર મને સવાલ કરતા કોંગ્રેસના ઘણા સમર્થકો હવે રહસ્યમય રીતે ચૂપ છે. વાવ બેઠકના પરિણામો જાહેર થયા બાદ તેમના પાછળના જવાબો હવામાં અદૃશ્ય થઈ ગયા છે! ધારો કે કેટલાક લોકો સત્યને સંભાળી શકતા નથી!’
મતગણતરીના રાઉન્ડ | ગુલાબસિહ રાજપૂત (કોંગ્રેસ) | સ્વરૂપજી ઠાકોર (ભાજપ) | માવજી પટેલ (અપક્ષ) | લીડ |
| 1 | 4190 | 3939 | 2119 | કોંગ્રેસ 251 |
| 2 | 7795 | 7498 | 4800 | કોંગ્રેસ 270 |
| 3 | 5458 | 3689 | 1710 | કોંગ્રેસ 1,173 |
| 4 | 16,673 | 15,266 | 7,110 | કોગ્રેસ 1,402 |
| 5 | 22,298 | 19,677 | 7,452 | કોગ્રેસ 2,621 |
| 6 | 29,679 | 21972 | 7518 | કોંગ્રેસ 7,760 |
| 7 | 37079 | 24609 | - | કોંગ્રેસ 11,531 |
| 8 | 41610 | 27919 | 9961 | કોંગ્રેસ 12752 |
| 9 | 41297 | 31597 | 9961 | કોંગ્રેસ 13,292 |
| 10 | 48253 | 35886 | 11956 | કોંગ્રેસ 12,367 |
| 11 | 51724 | 38950 | 12156 | કોંગ્રેસ 12,774 |
| 12 | 55,451 | 42,677 | 14,749 | કોંગ્રેસ 12,767 |
| 13 | 60,362 | 46,617 | 14,749 | કોંગ્રેસ 13,938 |
| 14 | 64,093 | 49,624 | 16,950 | કોંગ્રેસ 14,062 |
| 15 | 67,467 | 53,545 | 18,583 | કોંગ્રેસ 13516 |
| 16 | 71,025 | 58,121 | 18,992 | કોંગ્રેસ 12497 |
| 17 | 74,010 | 63,239 | 19,392 | કોંગ્રેસ 10,404 |
| 18 | 76,745 | 68,205 | 20,392 | કોંગ્રેસ 8,179 |
| 19 | 78,981 | 72,754 | 20,645 | કોંગ્રેસ 5,810 |
| 20 | 81,529 | 77,395 | 21,638 | કોંગ્રેસ 3,525 |
| 21 | 83,685 | 83,135 | 21,638 | કોંગ્રેસ 3,526 |
| 22 | 86705 | 87804 | 26867 | ભાજપ 1099 |
| 23 | 89402 | 91755 | 27173 | ભાજપ 2353 |
નોંધનીય છે કે, વાવ બેઠક પર ભારે રસાકસી બાદ ભાજપને ભવ્ય જીત મળી છે. પહેલાના 20 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર લીડમાં ચાલી રહ્યાં હતાં. પરંતુ 17મા રાઉન્ડ પછી તેમની લીડ ઘટવા લાગી હતી અને 22મા રાઉન્ડમાં 1099 મતથી ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર લીડમાં આવી ગયા હતાં. અને 23મા રાઉન્ડને અંતે 2353 મતોથી ભવ્ય જીત મેળવી લીધી હતી
આ પણ વાંચો: Maharashtraમાં ચાલી ગયો 'બટેંગે તો કટેંગે' નો નારો