By-Election Result: સ્વરૂપજી ઠાકોર જીત્યા તો ખરા પરંતુ 5 વર્ષ પૂરા નહીં કરી શકે! જાણો શા માટે...
- સ્વરૂપજી પાંચ વર્ષનો નહીં પરંતુ 2 વર્ષનો કાર્યકાળ ભોગવશે
- ગેનીબેન ઠાકોર સાંસદ બનતા આ પર યોજાઈ હતી પેટાચૂંટણી
- આગામી 2026માં ગુજરાતના તમામ બેઠક પર ચૂંટણી યોજાશે
Vav Assembly By-Election Result: બનાસકાંઠામાં આવેલી વાવ વિધાનસભા બેઠક યોજાયેલી પેટાચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor)ની ભવ્ય જીત થઈ છે. પરંતુ હા તેઓ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ નહીં કરી શકે! કારણે તેમાં એવું છે કે, આ ચૂંટણી એ પેટાચૂંટણી છે. ખાસ વાત એ છે કે, આ બેઠક પર પહેલા ગેનીબેન ઠાકોર ચૂંટાયા હતા પરંતુ પછીએ લોકસભાની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને જીત મળી જેથી આ બેઠક છોડવી પડી હતી. જેથી અત્યારે આ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
સ્વરૂપજી પાંચ વર્ષનો નહીં પરંતુ 2 વર્ષનો કાર્યકાળ ભોગવશે
મહત્વની વાત એ છે કે, આગામી 2026 માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એટલા માટે સ્વરૂપજી (Swarupji Thakor) પાંચ વર્ષનો નહીં પરંતુ 2 વર્ષનો કાર્યકાળ ભોગવશે. 2 વર્ષ માટે તેઓ આ બેઠક પર ધારાસભ્ય રહશે. પછી ફરી 2026માં ગુજરાતના તમામ બેઠક પર ચૂંટણી યોજાશે. જેથી સ્વરૂપજી ઠાકોર બે વર્ષ માટે જ ધારાસભ્ય બન્યાં છે તેવું કહીં શકાય. સામાન્ય રીતે વિધાસભાના સભ્યનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે પરંતુ સ્વરૂપજી ઠાકોરનો કાર્યકાર પેટાચૂંટણીના કારણે 2 વર્ષનો રહેવાનો છે.
આ પણ વાંચો: વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને કહ્યું કે...
ગુલાબસિંહને હરાવીને સ્વરૂપજી ઠાકોરે જીત પોતાને નામ કરી
વાવ વિધાનસભા બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હરાવીને ભાજવ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત પોતાને નામ કરી છે. ભાજપની જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. નોંધનીય છે કે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપની વાવ બેઠક પર 2367 મતથી જીત થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપની જીતને લઈને મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિત લોકસભાની અધ્યક્ષે પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં છે.
આ પણ વાંચો: ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો! વાવમાં જંગી બહુમત સાથે સ્વરૂપજીએ મારી બાજી
વાવ બેઠક પર સ્વરૂપજીનો જંગી બહુમત સાથે વિજય
વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor)એ જીતી મેળવી છે. આ બેઠક પર સ્વરૂપજીનો જંગી બહુમત સાથે વિજય થયો છે. જેના કારણે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બેઠક ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય બની હતી. આ બેઠક પર સ્વરૂપજીને જીત મળતી અન્ય બે ઉમેદવારોમાં નિરાશાની લાગણી જોવા મળી છે. આ બેઠક માટે ભાજપ દ્વારા સારો એવો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Vav Assembly by-Election: વાવમાં થયો મોટી ઉલટફેર! સ્વરૂપજી ઠાકોર આવ્યા મેદાનમાં


