વિકાસના પથ પર અગ્રેસર Gujarat ની છબી ખરાબ કરનારાઓ પર લગામ ક્યારે ?
- Gujarat ની અસ્મિતા પર કાળા ડાઘ સમાન દ્રશ્યો કેમેરામાં કેદ!
- એક પછી એક આપરાધિક ઘટનાક્રમથી અનેક સવાલો
- એક તરફ તાલિબાની સજા બીજી તરફ દારૂની રેલમછેલ !
- રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં લુખ્ખાતત્વો બન્યા બેખૌફ !
ગુજરાત (Gujarat) વિશ્વભરમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે જાણીતું છે. પરંતુ, છેલ્લા અમુક સમયથી ગુજરાતની અસ્મિતા પર કાળા ડાધ સમાન ઘટનાઓ સતત વધી રહી છે. ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં બનેલી આ ગુનાહિત ઘટનાઓએ રાજ્યમાં કાયદા વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા કર્યા છે. બનાસકાંઠામાં (Banaskantha) યુવકને તાલિબાની સજા અને દારૂની રેલમછેલ, રાજકોટ, અમદાવાદ (Ahmedabad) જેવા શહેરોમાં લુખ્ખાતત્વોનો આતંક જેવી અનેક ઘટનાઓએ નાગરિકોની ચિંતા વધારી છે.
આ પણ વાંચો -Amreli: લેટરકાંડ મામલે અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર
Rajkot માં લુખ્ખા તત્વોનો આતંક આવ્યો સામે । Gujarat First@CP_RajkotCity #RajkotCrime #PublicDisturbance #StreetViolence #CrimeInRajkot #LawAndOrder pic.twitter.com/ANrNVGsYcO
— Gujarat First (@GujaratFirst) January 17, 2025
એક પછી એક આપરાધિક ઘટનાક્રમથી અનેક સવાલો
ગુજરાતમાં (Gujarat) એક પછી એક આપરાધિક ઘટનાક્રમથી અનેક સવાલો ઊભા થયા છે. ગુનાહિત પ્રવૃત્તિમાં વધારાનાં પ્રમાણ આપતા દૃશ્યો સતત સામે આવતા રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. રાજકોટ (Rajkot) અને અમદાવાદ જેવા શહેરોમાં લુખ્ખા તત્વો બેખૌફ અને બેફામ બન્યા છે. જણાવી દઈએ કે, આજીડેમ પાસે માંડા ડુંગર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ જાહેરમાં તલવાર લઈ ધમાલ મચાવતો વીડિયો સામે આવ્યો હતો.
Ahmedabad ગ્રામ્યમાં માથાભારેનો આતંક! । Gujarat First@AhmedabadPolice #AslaliAssault #CrimeInAhmedabad #SocialTerror #YouthBeaten #StreetViolence #PoliceAction pic.twitter.com/14VkpgELTf
— Gujarat First (@GujaratFirst) January 17, 2025
આ પણ વાંચો -Surat: સોશિયલ મીડિયાનો પ્રેમ છેક ગર્ભપાત સુધી પહોંચ્યો! વાંચો સુરતની ચોંકાવનારી ઘટના
બનાસકાંઠામાં ફરી એકવાર યુવકને તાલીબાની સજાનો વીડિયો વાઇરલ
જ્યારે, અમદાવાદનાં અસલાલીમાં અસામાજિક તત્વોનો અસહ્ય આતંક જોવા મળ્યો હતો. એક્ટિવા નજીકથી ચલાવવા જેવી નજીવી બાબતે અસામજિક તત્વોએ યુવકને લાકડી અને દંડા વડે ઢોર માર માર્યો હતો. બીજી તરફ બનાસકાંઠામાં (Banaskantha) ફરી વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાઇરલ થયો હતો. યુવકને દોરડા વડે ઝાડ સાથે બાંધી મારમારી તાલિબાની સજા આપી હતી. પ્રેમસંબંધમાં યુવતીનાં પરિવારજનોએ માર માર્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજ્યમાં દારૂની હેરાફેરાનાં બનાવો પણ સતત બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિ જોતા સવાલ થાય છે કે....
Banaskantha માં વધુ એક તાલિબાની સજાનો થયો વીડિયો વાયરલ। Gujarat First#TalibaniPunishment #ViralVideo #BanasKanta #IllegalPunishment pic.twitter.com/AvHxFoljPH
— Gujarat First (@GujaratFirst) January 17, 2025
> બનાસકાંઠામાં તાલિબાની સજા ક્યારે થશે ખતમ?
> તાલિબાની સજાનાં કોણ શિખવાડે છે પાઠ?
> દારૂની એન્ટ્રીનો કોણે આપ્યો છે પરવાનો?
> છાસવારે હથિયારો કાઢતા લુખ્ખાઓ ક્યારે સુધરશે?
> ખાખી પર ક્યાં સુધી લાગતા રહેશે દાગ?
> પ્રગતિશીલ ગુજરાતની છબી ખરાબ શા માટે કરો છો?
> ગાંધીના ગુજરાતમાં આ બધુ શોભતું નથી.
આ પણ વાંચો - Rajkot: દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પની શરૂઆત, ગુરુવારે 400થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો


