Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાટીદાર આંદોલન કેમ કરવામાં આવ્યું? હવે કેસ પાછા ખેંચી જાણો સરકારે શું સંદેશ આપ્યો!

વર્ષ 2015માં આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાટીદાર સમાજના યુવકોએ અનામત મળે તે માટે સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી આંદોલન છેડ્યું હતું.
પાટીદાર આંદોલન કેમ કરવામાં આવ્યું  હવે કેસ પાછા ખેંચી જાણો સરકારે શું સંદેશ આપ્યો
Advertisement
  • પાટીદાર આંદોલન: 10 વર્ષ બાદ સરકારનો મોટો નિર્ણય!
  • પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચી સરકારે શું સંદેશ આપ્યો?
  • હાર્દિક પટેલની પોસ્ટ વાયરલ: ભાજપ સરકારનો આભાર!
  • પાટીદાર યુવાનો માટે રાહત: સરકારે રાજદ્રોહના કેસ પાછા ખેંચ્યા!

Patidar Anamat Andolan : વર્ષ 2015માં આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાટીદાર સમાજના યુવકોએ અનામત મળે તે માટે સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી આંદોલન છેડ્યું હતું. જેમાં ઓગસ્ટ 2015માં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવકો એકત્ર થયા હતા. આ યુવકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અનામતની બુલંદ માંગણી કરી હતી. જો કે આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ પણ કર્યો અને જવાબદાર યુવકો વિરૂદ્ધ રાજદ્રોહ કક્ષાના કેસ પણ કર્યા હતા.

રાજ્ય સરકારે આંદોલનના જવાબમાં રજૂ કરી યોજના

પાટીદાર આંદોલનના પરિણામ સ્વરૂપ જ ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરાઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરીને અમલમાં મુકી હતી. આ યોજનાને પરિણામે યુવકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો છે.

Advertisement

શા માટે સરકારે કેસ પરત ખેંચવા કવાયત કરી?

આજે વર્ષ 2025માં લગભગ 10 વર્ષ બાદ ગુજરાતમાં ભાજપ સરકારે શા માટે રાજદ્રોહ કક્ષાના કેસ પરત લેવા માટે કવાયત હાથ ધરવી પડી છે તે સમજીયે. હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગરણ થયા છે. રોજ રોજ પંચાયતો ભાજપ બિનહરીફ થવાના સમાચાર આવી રહ્યા છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવી તે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.અત્યારે ભાજપ કોઈપણ ભોગે, જમીન- આસમાન એક કરીને પણ આ ચૂંટણીમાં પોતાનો વિજય ધ્વજ લહેરાવવા માંગે છે. હવે આ સમયે તત્કાલીન ભાજપ (રાજ્ય) સરકાર દ્વારા ગુજરાતના મહત્વના શહેરો અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગરમાં અનેક પાટીદાર સમાજનાં લોકો સામે રાજદ્રોહ, હત્યાનાં પ્રયાસ સહિતનાં ગંભીર કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસ પરત લેવા બાબતે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરતા પાટીદાર આગેવાન અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયાએ પણ સરકારનો આભાર માનતી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

Advertisement

હાર્દિક પટેલની પોસ્ટ વાયરલ થઈ

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પોસ્ટ કરતા લખ્યું કે, ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન વખતે મારા સહિત સમાજના અનેક યુવાનો પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા એવા હાર્દિક પટેલે X પર કરેલ પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે.

દિનેશ બાંભણિયાએ આપી પ્રતિક્રિયા

પાટીદાર અનામત આંદોલન સમયે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગરમાં અનેક પાટીદાર સમાજનાં લોકો સામે રાજદ્રોહ, હત્યાનાં પ્રયાસ સહિતનાં ગંભીર કેસ નોંધવામાં આવ્યા હતા. જે કેસ બાબતે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરતા પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પણ સરકારનો આભાર માનતી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના

પાટીદાર આંદોલનના પરિણામ સ્વરૂપ જ ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરાઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરીને અમલમાં મુકી હતી. આ યોજનાને પરિણામે યુવકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો છે.

આ પણ વાંચો :  Patidar Andolan અંગે મોટા સમાચાર, રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેચાયાં! જાણો આગેવાનોની પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×