Gyasuddin Sheikhના નિવેદન પર Yagnesh Daveની તીખી પ્રતિક્રિયા, મુસ્લિમોએ જ તમને હરાવ્યા....
- ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં જ કર્યો વાણી વિલાસ
- BJPના મુસ્લિમ નેતાઓને પાઠ ભણાવવો જરૂરી-ગ્યાસુદ્દીન શેખ
- Gyasuddin Sheikhના નિવેદન પર યજ્ઞેશ દવેએ કર્યા આકરા વાકપ્રહાર
Ahmedabad: ગુજરાત કોંગ્રેસના નેતા Gyasuddin Sheikh જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદન કરીને ફરીથી ચર્ચામાં આવ્યા છે. શેખે BJPના મુસ્લિમ નેતાઓને પાઠ ભણાવવો જરૂરી હોવાનું કહ્યું છે. જો કે આ નિવેદનબાજી કરી ત્યારે મંચ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર હતા તેથી સવાલ એ થાય છે કે, શુ કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં તાકાત નથી કે ગ્યાસુદ્દીન શેખને બેફામ નિવેદન કરતા અટકાવી શકે ? આ સમગ્ર મામલામાં ભાજપ તરફથી પ્રવક્તા Yagnesh Daveની તીખી પ્રતિક્રિયા સામે આવી છે.
શું છે સમગ્ર મામલો ?
જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ફરીવાર વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે મંચ પર હાજર એવા ગ્યાસુદ્દીને આવેશમાં આવીને ભાજપના મુસ્લિમ નેતાઓ વિશે અભદ્ર ટીપ્પણી કરી અને પાઠ ભણાવવાની વાત કરી છે. તેમના આ પ્રકારના નિવેદનો વખતે કોંગ્રેસ અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા તેમ છતાં કોઈએ ગ્યાસુદ્દીનને અવળવાણી કરવાથી ટોક્યા નહીં. જો કે ભાજપ તરફથી ગ્યાસુદ્દીન શેખના નિવેદનો પર, ખુદ Gyasuddin Sheikh પર અને સ્ટેજ પર હાજર એવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ પર આકરા વાકપ્રહાર કરવામાં આવ્યા છે. ભાજપ પ્રવક્તા Yagnesh Daveએ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે.
"ગ્યાસુદ્દીન શેખનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું" | Gujarat First@YagneshDaveBJP @Gyasuddin_INC #GyasuddinShaikh #YagneshDave #ControversialStatement #MentalHealth #GujaratFirst pic.twitter.com/OLfyT0F2M5
— Gujarat First (@GujaratFirst) April 5, 2025
આ પણ વાંચોઃ ચાંગોદર GIDC ખાતે CM Bhupendra Patel દ્વારા મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન કરાયું
યજ્ઞેશ દવેની તીખી પ્રતિક્રિયા
ગ્યાસુદ્દીન શેખે જાહેરમાં ભાજપના મુસ્લિમ નેતાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યા છે. ગ્યાસુદ્દીન શેખના આ નિવેદનો પર ભાજપ પ્રવક્તા Yagnesh Daveએ તીખી પ્રતિક્રિયા આપી છે. યજ્ઞેશ દવે એ કહ્યું કે, ગ્યાસુદ્દીન શેખ જે વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા ત્યાંથી જ હાર્યા છે. મુસ્લિમ સમાજ જાગૃત થયો પરિણામે ગ્યાસુદ્દીન શેખને હરાવ્યા. CAA અને NRC મુદ્દે પણ મુસ્લિમ સમાજને શેખે ગેરમાર્ગે દોર્યા હતા. ગ્યાસુદ્દીન શેખે આ નિવેદનો કર્યા તે સમયે આ મંચ પર કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા. તો શુ કોંગ્રેસના નેતાઓમાં તાકાત ન હતી કે ગ્યાસુદ્દીન શેખને અટકાવી શકે ?
અગાઉ પાટણમાં વિવાદ થયો હતો
રાધનપુરનાં વોર્ડ નંબર 5માં પ્રચાર દરમિયાન ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા હોય તેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. BJP પર પ્રહાર કરતી વખતે તેમણે ભાજપનાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી ગણાવી દીધા. તેમણે કહ્યું કે, 'જેમનું ઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે. જેમનું ઝમીર વેચાઈ ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે.'
આ પણ વાંચોઃ PALANPUR : આરોગ્યકર્મીઓની હડતાળ મુદ્દે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું


