આ ચૂંટણીમાં PM MODI નો આ નારો થયો સુપરહિટ, જેણે ગુજરાતમાં મચાવી ધૂમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો પ્રચાર હવે ધીમે ધીમે તેના અંતિમ પડાવ તરફ જઇ રહ્યો છે ત્યારે મતદારોને રીઝવવા માટે દરેક રાજકીય પક્ષોએ પોતાનું એડીચોટીનું જોર લગાવ્યું છે. સમાચાર મળી રહ્યા છે કે દરેક ગુજરાતીને ગુજરાતના વિકાસ સાથે જોડવાના પ્રયાસમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આપેલો ચૂંટણીનો નારો જબરજસ્ત હિટ સાબિત થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના સૂત્રોના જણાવ્યા અ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો પ્રચાર હવે ધીમે ધીમે તેના અંતિમ પડાવ તરફ જઇ રહ્યો છે ત્યારે મતદારોને રીઝવવા માટે દરેક રાજકીય પક્ષોએ પોતાનું એડીચોટીનું જોર લગાવ્યું છે. સમાચાર મળી રહ્યા છે કે દરેક ગુજરાતીને ગુજરાતના વિકાસ સાથે જોડવાના પ્રયાસમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આપેલો ચૂંટણીનો નારો જબરજસ્ત હિટ સાબિત થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકોએ તેમની સેલ્ફી અને વીડિયો સોશિયલ મીડિયા પર અને નમો એપ (NaMo App) પર અપલોડ કરીને પીએમ મોદીના આ નારાને પોતાનું સમર્થન દર્શાવ્યું છે.
પીએમ મોદીએ નવો નારો આપ્યો હતો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ પોતાના ગૃહ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાનશ્રી મોદી (PM Modi) એ ગુજરાતીમાં એક નવું સૂત્ર આપ્યું હતું, "આ ગુજરાત અમે બનાવ્યું છે" પીએમ મોદીએ પોતાના 25 મિનીટ કરતા લાંબા ભાષણમાં લોકો પાસે અનેક વાર આ નારો પણ બોલાવડાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આદિવાસી હોય કે માછીમાર, ગ્રામીણ હોય કે શહેરી, દરેક ગુજરાતી આજે શ્રદ્ધાથી ભરપૂર છે. તેથી જ દરેક ગુજરાતી કહે છે કે 'આ ગુજરાત અમે બનાવ્યું છે' લોકોએ પોતાની મહેનતથી આ રાજ્ય બનાવ્યું છે.
ભાજપે આ નારાને ચૂંટણી પ્રચારમાં સામેલ કર્યો
વડાપ્રધાનના આ નારા બાદ ગુજરાત ભાજપે બીજા દિવસે આ સ્લોગનને ચૂંટણી પ્રચારમાં સામેલ કરીને પ્રચાર શરૂ કર્યો હતો. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને 'નમો એપ' પર પોતાની સેલ્ફી અને વીડિયો શેર કર્યા છે અને આ અભિયાનમાં જોડાયા છે. તેમણે કહ્યું કે રાજ્યભરમાં ભાજપ દ્વારા સ્થાપિત સેલ્ફી સેન્ટરો પર લાખો લોકોએ સેલ્ફી લીધી અને આ અભિયાનમાં ભાગ લીધો.
અગાઉ પણ એક નારો હિટ થયો હતો
પીએમ મોદીનો આ નારો તરત જ હિટ બની ગયો હતો. ઘણા લોકોને તે 2019ની લોકસભા ચૂંટણીના સુપરહિટ સૂત્ર 'મૈં ભી ચોકીદાર' ની યાદ અપાવે છે. પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે લોકો ખરેખર સ્લોગનની ભાવના સાથે જોડાઈ રહ્યા છે. આ સ્લોગન ઓનલાઈન તેમજ ગ્રાઉન્ડ પર હિટ સાબિત થયું છે.
ગુજરાતની જનતાને શ્રેય
ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘલાએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધી ગુજરાતના વિકાસમાં જ લાગેલા છે. નવા રોડ બન્યા, નવી શાળાઓ બની, 24 કલાક વીજળી મળી અને યુવકોને રોજગારી આપી. આખા દેશમાંથી 1 કરોડ પરપ્રાંતીયો પણ ગુજરાતનમાં રોજગારી મેળવે છે. વિકાસનું મોડલ ગુજરાત બન્યું છે. વડાપ્રધાનશ્રી માને છે કે તેમને ગુજરાતની જનતાએ મત ના આપ્યો હોતો તો આ વિકાસ ના થઇ શક્યો હોત.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


