Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAPના 32, કોંગ્રેસના 31 અને ભાજપના 14 ઉમેદવાર સામે પોલીસમાં રેકોર્ડ, જાણો પહેલા તબક્કાનો રિપોર્ટ

પ્રથમ તબક્કામાં 719 પુરુષ સામે 69 મહિલાઓ મેદાનમાંપ્રથમ તબક્કામાં 211 ઉમેદવારો કરોડપતિપ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ મિલકતદ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત AAPના સૌથી વધુ 32 ઉમેદવારો સામે ગુના દાખલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને એસોસિએશ
aapના 32  કોંગ્રેસના 31 અને ભાજપના 14 ઉમેદવાર સામે પોલીસમાં રેકોર્ડ  જાણો પહેલા તબક્કાનો રિપોર્ટ
Advertisement
  • પ્રથમ તબક્કામાં 719 પુરુષ સામે 69 મહિલાઓ મેદાનમાં
  • પ્રથમ તબક્કામાં 211 ઉમેદવારો કરોડપતિ
  • પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ 
  • જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ મિલકત
  • દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત
  •  AAPના સૌથી વધુ 32 ઉમેદવારો સામે ગુના દાખલ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ (Association for Democratic Reform) સંસ્થા દ્વારા એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરાયો છે. આ રિપોર્ટમાં પહેલા તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારો (Candidates)ના સોગંદનામાનું રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષણ મુજબ  788 ઉમેદવારો પૈકી 167 ઉમેદવારો ગુનાઇત ભુતકાળ ધરાવે છે. પહેલા તબક્કામાં 211 ઉમેદવારો કરોડપતિ છે.  રિપોર્ટ મુજબ  AAPના સૌથી વધુ 32 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. સ્વચ્છ છબીની વાતો કરતી  AAPના સૌથી વધુ ઉમેદવારો સામે ગુના નોંધાયેલ છે. 

સંસ્થાનો ચોંકાવનારો રિપોર્ટ 
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને  Adr દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે તો સાથે સાથે  ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતની પણ માહિતી બહાર આવી છે. 
167 ઉમેદવારો સામે ગુના
આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે મુજબ 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે તથા 167 ઉમેદવારમાંથી 100  (13 ટકા) સામે ગંભીર ગુનાઓ છે. રિપોર્ટ મુજબ 2017ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને  2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. 2017 કરતા આ વખતની 2022ની ચૂંટણીમાં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ ઉભા રહ્યા છે.
 AAP ના 32 ઉમેદવાર સામે ગુનો 
પક્ષ પ્રમાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર પર એક નજર કરીએ તો  AAP ના 88 ઉમેદવારો માંથી 32 ઉમેદવારો (36 ટકા) સામે ગુના દાખલ છે , જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 31 (35 ટકા) સામે ગુના દાખલ છે અને ભાજપના 89 ઉમેદવારો માંથી 14 ઉમેદવાર (16 ટકા) સામે ગુના દાખલ થયેલા છે. Btp ના 14 ઉમેદવારોમાંથી 4 ઉમેદવાર(29ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ છે. 
 AAP ના 26 સામે ગંભીર ગુના
ગંભીર ગુનાવાળા ઉમેદવારો પક્ષ પ્રમાણે જોઇએ તો AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%) સામે ગંભીર ગુનાઓ દાખલ છે અને કોંગ્રેસના કુલ 89 ઉમેદવારો પૈકી 18 (20%), સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને BJP ના 89 11 (12%) અને BTPના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે.

3 મહિલા ઉમેદવાર સામે ગંભીર ગુના 
મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર પર એક નજર કરીએ તો  9 મહિલા ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે અને મર્ડરને લગતા ગુનાઓ 3 છે. મહિલા ઉમેદવારો સામે IPC -302 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે. 

રેડ એલર્ટ મતવિસ્તારની સંખ્યા 25
બીજી તરફ 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે,એટલે તે મતવિસ્તારોને  રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. 2017ની ચૂંટણીમાં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી.
ભાજપના 79 ઉમેદવાર કરોડપતિ
હવે પક્ષ પ્રમાણે ઉમેદવારોની સંપત્તિની માહિતી જોઇએ તો મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે તે પુરવાર થયું છે. જો મુખ્ય પક્ષોની વાત કરીએ તો BJP ના 89 ઉમેદવારોમાંથી 79 (98 ટકા ) કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 65 (73 ટકા ) કરોડપતિ છે, અને AAP ના 88 ઉમેદવારોમાંથી ૩૩ (38%) ટકા ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે.

સરેરાશ મિલકત ધરાવતા ઉમેદવાર
પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017 માં એ 2.16 કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે BJPના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે, જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ અને  AAP ના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 કરોડ છે.
211 ઉમેદવાર કરોડપતિ
પ્રથમ તબક્કામાં 211 ઉમેદવારો કરોડ પતિ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. રિપોર્ટ મુજબ જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ મિલકત છે જ્યારે દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત છે અને પારડીના ભાજપ ઉમેદવાર કનું દેસાઈ પાસે 10 કરોડથી વધુની મિલકત છે. રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડની મિલકત છે અને કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડની મિલકત છે તથા જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત છે. 
બે ઉમેદવાર ઝીરો મિલકતવાળા
ઝીરો મિલકત વાળા ઉમેદવારોની વાત કરીએ તો બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીતની કુલ મિલકત 1000 રૂપિયા છે જ્યારે ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે 3000 રૂપિયા મિલકત છે. 
ક્યા ઉમેદવાર દેવાદાર
રિપોર્ટ મુજબ સૌથી વધુ દેવાદાર ઉમેદવારોની વાત કરીએ તો તેમાં રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કચ્છના રાપરના કોંગ્રેસ ઉમેદવાર બચુ અરેઠીયા, સોમનાથ જિલ્લાની ગીર સોમનાથ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળા છે. 
73 ઉમેદવારો પાસે 5 કરોડથી વધુ સંપત્તિ
ઉમેદવારોની સંપતિ જોઇએ તો 5 કરોડથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર 73 છે જ્યારે 2 થી 5 કરોડ સુધી સંપતિ ધરાવતા ઉમેદવાર 77 છે. 50 લાખ થી 2 કરોડની સંપતિ ધરાવતા ઉમેદવાર 125 છે અને 10 લાખ થી 50 લાખ સુધી સંપતિ ધરાવતા 170 છે. 
37 ઉમેદવાર નિરક્ષર
રિપોર્ટ મુજબ 492 ઉમેદવાર ધોરણ 5થી 12 સુધી ભણેલા છે, જ્યારે  185 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે. 21 ઉમેદવારે ડિપ્લોમા હાંસલ કરેલો છે જ્યારે  37 ઉમેદવાર નિરક્ષર છે. 

1 ઉમેદવાર 80 વર્ષના 
અન્ય માહિતી મુજબ  277 ઉમેદવારોની ઉંમર 25થી 40 વર્ષ છે, જ્યારે  431 ઉમેદવારો 41થી 60 વર્ષના છે.  79 ઉમેદવારો 61થી 80 વર્ષના છે અને 1 ઉમેદવાર 80 વર્ષના છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×