Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતની આ બેઠકો ગણાય છે ભાજપનો મજબૂત ગઢ, ક્યાંક 25, તો ક્યાંક 32 વર્ષથી ભાજપનું શાસન

ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે.. અહીં છેલ્લા 27 વર્ષથી ભાજપનું રાજ છે.. ભાજપની સ્થાપના વર્ષ 1980માં થઇ.. અને વર્ષ 1990માં ભાજપ પ્રથમવાર ગુજરાતમાં ગઠબંધન સરકાર સાથે સત્તામાં આવ્યું.અને પ્રથમવાર ભાજપને પૂર્ણ બહુમતી વર્ષ 1995માં મળી હતી. વર્ષ 1995થી અત્યાર સુધી ભાજપ ગુજરાતમાં જેટલી પણ વિધાનસભા ચૂંટણી થઇ તે તમામ જીત્યું છે. ગુજરાતમાં 24 વિધાનસભા બેઠકો એવી છે..જ્યાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે. કાàª
ગુજરાતની આ  બેઠકો ગણાય છે ભાજપનો મજબૂત ગઢ  ક્યાંક 25  તો ક્યાંક 32 વર્ષથી ભાજપનું શાસન
Advertisement
ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે.. અહીં છેલ્લા 27 વર્ષથી ભાજપનું રાજ છે.. ભાજપની સ્થાપના વર્ષ 1980માં થઇ.. અને વર્ષ 1990માં ભાજપ પ્રથમવાર ગુજરાતમાં ગઠબંધન સરકાર સાથે સત્તામાં આવ્યું.અને પ્રથમવાર ભાજપને પૂર્ણ બહુમતી વર્ષ 1995માં મળી હતી. વર્ષ 1995થી અત્યાર સુધી ભાજપ ગુજરાતમાં જેટલી પણ વિધાનસભા ચૂંટણી થઇ તે તમામ જીત્યું છે. ગુજરાતમાં 24 વિધાનસભા બેઠકો એવી છે..જ્યાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે આ 24 બેઠકો એવી છે.. જેમાંથી 15 બેઠકો પર ભાજપ 32 વર્ષીથી એકપણ ચૂંટણી હાર્યું નથી.. તો 9 બેઠકો એવી છે જ્યાં 27 વર્ષથી ભાજપ એકપણ ચૂંટણી હાર્યુ નથી 
 
મ.ગુજરાતની 6 અને દ.ગુજરાતની 7 બેઠકો પર 32 વર્ષથી ભાજપનું રાજ 
છેલ્લા 32 વર્ષમાં એટલે કે વર્ષ 1990થી વર્ષ 2022 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 7 અને મધ્ય ગુજરાતમાં 6 એવી બેઠકો છે, જેના પર હંમેશા ભાજપનો વિજય થયો છે. આ 13 વિધાનસભા બેઠકોમાં ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, સુરત ઉત્તર, સુરત પશ્ચિમ, નવસારી, વલસાડ, નરોડા, મણિનગર, અસારવા, દસક્રોઈ, ખંભાત અને વડોદરાનો સમાવેશ થાય છે. 
વઢવાણ  અને મહેસાણા બેઠક પર 32 વર્ષથી ભાજપનું રાજ 
આ સાથે  સૌરાષ્ટ્રની વઢવાણ અને ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠક એવી છે કે,જ્યાં 1990થી ભાજપના ધારાસભ્ય છે...
આ બેઠકો પર 27 વર્ષથી ભાજપનું રાજ 
અન્ય 9 બેઠકોની વાત કરીએ તો તેમાં કેશોદ, ઇડર, વિસનગર, સયાજીગંજ, રાવપુર, સાબરમતી, અલિસબ્રિજ, ગણદેવી અને ચોર્યાસી આ એવી બેઠકો છે. ત્યાં વર્ષ 1995 થી ભાજપ ક્યારેય હાર્યું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×