ધોરાજી બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે
ધોરાજીમાં કોંગ્રેસ- ભાજપનો દબદબો
ધોરાજી વિધાનસભા બેઠક પર સૌ પ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 1961થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો અને ત્યાર બાદ વર્ષ 1990થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે.
ચૂંટણીની તૈયારીઓ શરુ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી અને કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી. 2017માં પાટીદારોની નારાજગી ભાજપને નડી હતી અને બેઠકો ઘટી હતી. ગુજરાતમાં ભાજપ તથા કૉંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી તથા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણીજંગમાં ઝંપલાવી રહી છે, જે મુખ્ય બે પક્ષના ગણિત ખોરવી શકે છે. ચૂંટણીપંચે હજી કોઈ તારીખ જાહેર કરી નથી. તે પહેલા જ તમામ પક્ષો દ્વારા તૈયારીઓને આરંભ કરી દેવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ જ્યાં 150 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, ત્યાં નવો પક્ષ આપ પણ 50-60 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં પડેલા ગાબડાઓ અને નબળા નેતૃત્વને કારણે કોંગ્રેસ પોતોનુ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહી છે. આ તમામ પરિસ્થિતીઓ વચ્ચે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ ધોરાજી વિધાનસભા બેઠકની.
ધોરાજી વિધાનસભા બેઠક
ધોરાજી વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠક પૈકી એક છે. 182 વિધાનસભા બેઠકો પૈકી ધોરાજી વિધાનસભા બેઠક 75 મા ક્રમની બેઠક છે. ધોરાજી શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં એક મહત્વના ધોરાજી તાલુકાનું મુખ્ય મથક છે. ધોરાજીમાં અગત્યના ઉદ્યોગ પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિ-પ્રોસેસ કરીને સુતળી, દોરી, નાડા, બોક્ષ સ્ટેપીંગ પટી, પ્લાસ્ટિક-બેગ અને સિંચાઈ માટેના પાઇપ વગેરેનો છે.
જેમાં દરરોજનું આશરે 500 મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે. તેમજ મગફળી તેલ માટે ઓઇલ મિલ તથા સોલ્વન્ટ પ્લાન્ટ, કપાસીયા ખોળના ઓઇલ મિલ તેમજ જીનિંગ ઉધોગ આવેલા છે. ધોરાજીમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન, ધાણાં, એરંડો, જીરૂ વગેરેનું વાવેતર થાય છે.
ધોરાજી બેઠકમાં 1. ધોરાજી તાલુકા 2. ઉપલેટા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 250287 છે. જેમાં 131106 પુરુષ મતદારો અને 119181 મહિલા મતદારો છે.
ધોરાજી વિધાનસભા બેઠકનો ઈતિહાસ
ધોરાજી એક એવું શહેર કે જે ગોંડલના રાજાનું માનીતું ગામ હતું અને અહીં પાણીની એવી ટાંકીઓની રચના કરી હતી કે દુષ્કાળમાં પણ લોકો સુધી પાણી મળી રહે તેવી ગોઠવણ કરી હતી. અહીં ઓસમ ડુંગર છે, જ્યાં પાંડવો ગુપ્તવાસ દરમ્યાન રોકાયા હતા, ત્યારે ભીમના હિડિમ્બા સાથે ગાંધર્વ લગ્ન કર્યા હતા તેના અવશેષો અહીં હજી છે. જેમાં ભીમની થાળી, હિડિમ્બાનો હિચકો અને જુનો ઈતિહાસ પણ અહીં મોજુદ છે આ ધોરાજીની ઓળખ અને ઈતિહાસ છે.
ધોરાજી વિધાનસભા બેઠક પર જાતિવાદી સમીકરણ
ધોરાજી બેઠક પર જો જાતિવાદી સમીકરણની વાત કરીએ તો અહીં લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં લેઉવા પટેલ 25%, દલિત 5%, લધુમતી 18%, કડવા પટેલ 23%, આહીર 8%, ક્ષત્રીય 5% અને અન્ય 16% મતદારો છે. એટલે કે આ બેઠક પર પાટીદારોનો મુખ્ય પ્રભાવ છે તેમ કહી શકાય છે.
હાલ પાટીદાર નેતા કૉંગ્રેસથી અલગ થઈ જતા પક્ષ જ્ઞાતિગત સમીકરણને બૅલેન્સ કરવાની કોશિશમાં છે. ભારતીય જનતા પાર્ટી સામે જીતવાની વ્યૂહરચનાના ભાગરૂપે કૉંગ્રેસે બૅલેન્સિંગ રાખવું પડે તેમ છે. આમ આદમી પાર્ટીની સક્રિયતાથી કૉંગ્રેસની પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે રસાકસીનો જંગ જોવા મળશે.
ધોરાજી વિધાનસભા બેઠક પર હારજીતના સમીકરણ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 ગોવિંદ પટેલ INC
1967 એમ જી પટેલ INC
1972 નાથાલાલ પટેલ INC
1975 મહેતા ચિમનલાલ INC
1980 રમણીકભાઈ ધામી JNP
1985 સોજીત્રા છગનભાઈ INC
1990 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
1995 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
1998 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
2002 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
2007 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
2009 આર જે વિઠ્ઠલભાઈ INC
2012 રાદડિયા વિઠ્ઠલભાઈ INC
2013 પ્રવિણ માકડિયા ભારતીય જનતા પાર્ટી
2017 લલિત વસોયા INC
ધોરાજી વિધાનસભા બેઠક પર સૌ પ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 1961થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો અને ત્યાર બાદ વર્ષ 1990થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો.
જો કે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા પક્ષ પલટો કરતા વર્ષ 2009માં અહીં ફરીથી પેટાચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસને વિજય થયો હતો. વર્ષ 2013ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રવિણ માકડિયા અને કોંગ્રેસ તરફથી હરિભાઈ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા.જેમાં ભાજપના ઉમેદવારે 11,497 મતોની લીડથી વિજય મેળવ્યો હતો. જો કે 2015માં થયેલા પાટીદાર આંદોલનને પગલે ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં હારનુ મોઢું જોવું પડ્યું હતું. ગત ચૂંટણીમાં ભાજપ તરફથી હરિભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા મેદાને ઉતર્યા હતા. જેમાં લલિત વસોયાને 25000 થી વધુ મતની સરસાઈ મળી હતી અને તે વિજયી બન્યા હતા.
ધોરાજી બેઠક પર ચૂંટણી મુદ્દા અને મુખ્ય સમસ્યા
આ વિસ્તારમાં પાટીદાર અનામત મુદો તેમજ ખેડુતોના પ્રશ્નો,કપાસ અને મગફળીના ભાવના મુદા અગ્રસ્થાને છે.
ધોરાજી બેઠક પર ક્યા પક્ષનો દબદબો
ધોરાજી સીટ પર 1990થી ભાજપનો દબદબો છે, જેમાં 2012માં કોંગ્રેસમાંથી વિઠ્ઠલભાઈ રાદડિયા ભારે બહુમતી થી ચુંટાયા હતા.


