Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Azhar Masood : આતંકી મસૂદ અઝહરનું પાકિસ્તાનમાં મોત ?

અમદાવાદ (ડિજિટલ ડેસ્ક). Azhar Masood dead: ભારતનો સૌથી મોટો દુશ્મન આતંકવાદી અઝહર મસૂદ માર્યો ગયો છે. મસૂદના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અઝહર મસૂદની અજાણ્યા હુમલાખોરોએ...
azhar masood   આતંકી મસૂદ અઝહરનું પાકિસ્તાનમાં મોત
Advertisement

અમદાવાદ (ડિજિટલ ડેસ્ક). Azhar Masood dead: ભારતનો સૌથી મોટો દુશ્મન આતંકવાદી અઝહર મસૂદ માર્યો ગયો છે. મસૂદના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અઝહર મસૂદની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ સમાચાર (Azhar Masood dead) સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યા છે. ત્યારે ગુજરત First આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.

ઘણા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
તમને જણાવી દઈએ કે આતંકી મૌલાન અઝહર મસૂદ જૈશ-એ-મોહમ્મદ નામનું આતંકી સંગઠન ચલાવે છે. કંદહાર હાઇજેક કેસમાં મુસાફરોના બદલામાં મુક્ત થયેલા આતંકવાદી મસૂદ અઝહરે અનેક આતંકી હુમલાઓ કર્યા છે. સંસદ પર આતંકવાદી હુમલો હોય કે પુલવામા હુમલો... અઝહરે દરેક વખતે ભારતને નુકસાન પહોંચાડ્યું છે.

Advertisement

Social Media

Social Media

Advertisement

મસૂદ આંતરરાષ્ટ્રીય આતંકવાદી હતો

તમને જણાવી દઈએ કે આતંકવાદી અઝહરને ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી (Azhar Masood dead) જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ તે ખૂબ જ સતર્ક થઈ ગયો. આતંકી મસૂદ અઝહરે પઠાણકોટ એરબેઝ પર હુમલો પણ કર્યો હતો.

મુસાફરોના બદલામાં આતંકવાદીને છોડવામાં આવ્યો હતો

ડિસેમ્બર 1999માં ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓની માંગ પર ભારત સરકારે મુસાફરોના બદલામાં મૌલાના અઝહર મસૂદ(Azhar Masood) ને છોડવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આતંકીઓ પ્લેનને હાઈજેક કરીને કંદહાર લઈ ગયા હતા. તે દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું. આતંકવાદીઓની માંગ પર, ભારત સરકારે મુસાફરોના બદલામાં મસૂદ અઝહર અને અન્ય બે આતંકવાદીઓને મુક્ત કર્યા. આ પછી મસૂદ અઝહર પાકિસ્તાન ગયો હતો.

આ પણ વાંચો-Kim Jong : અમેરિકા હોય કે દ.કોરિયા, ઉશ્કેરે તો ખાત્મો બોલાવી દો, કિમ જોંગના સૈન્યને આદેશથી ખળભળાટ

Tags :
Advertisement

.

×