Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ecuador : TV સ્ટુડિયોમાં લાઇવ પ્રસારણ દરમિયાન બંદુકો સાથે ઘૂસ્યા નકાબપોશ, પછી થયું એવું કે..!

દક્ષિણ અમેરિકામાં (South America) આવેલા દેશ ઇક્વાડોરમાં (Ecuador) સ્થિતિ સતત વણસી રહી છે. અહીં, તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. કેટલાક માસ્ક પહેરેલા લોકો એક ટેલિવિઝન ચેનલના સેટમાં પ્રવેશ્યા હતા અને જીવંત પ્રસારણ દરમિયાન બંદૂકો અને વિસ્ફોટક બતાવીને લોકોને ડરાવવાનો...
ecuador   tv સ્ટુડિયોમાં લાઇવ પ્રસારણ દરમિયાન બંદુકો સાથે ઘૂસ્યા નકાબપોશ  પછી થયું એવું કે
Advertisement

દક્ષિણ અમેરિકામાં (South America) આવેલા દેશ ઇક્વાડોરમાં (Ecuador) સ્થિતિ સતત વણસી રહી છે. અહીં, તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. કેટલાક માસ્ક પહેરેલા લોકો એક ટેલિવિઝન ચેનલના સેટમાં પ્રવેશ્યા હતા અને જીવંત પ્રસારણ દરમિયાન બંદૂકો અને વિસ્ફોટક બતાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પર રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ (President Daniel Noboa) તરત જ હુમલાખોરો સામે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે દેશ 'આંતરિક સશસ્ત્ર સંઘર્ષ'માં પ્રવેશી ગયો છે.

માહિતી મુજબ, ઇક્વાડોરમાં (Ecuador) આવેલા બંદર શહેરના ગ્વાયાકિલ (Guayaquil) ખાતે એક ટેલિવિઝનના સ્ટુડિયોમાં કેટલાક નકાબપોશ બંદુકો અને વિસ્ફોટક સામગ્રી સાથે ઘૂસી આવ્યા હતા અને બૂમો પાડવા લાગ્યા કે અમારી પાસે બોમ્બ છે. સાથે નજીકમાં ગોળીબાર થયો હોય તેવો આવાજ પણ આવ્યો હતો. ઘૂસણખોરોએ લોકોને જમીન પર સૂવા માટે દબાણ કર્યું અને સ્ટુડિયોની લાઇટ બંધ કરી. જો કે, જીવંત પ્રસારણ ચાલુ રહ્યું હતું. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, સ્ટુડિયોના કોઈ કર્મચારીને ઈજા થઈ છે કે નહીં. દરમિયાન, સ્ટુડિયો કર્મચારીએ વોટ્સએપ મેસેજમાં જણાવ્યું હતું કે, માસ્ક પહેરેલા લોકો પ્રસારણમાં છે. તેઓ અમને મારવા આવ્યા છે. કૃપા કરીને ભગવાન આવું ન થવા દે.

Advertisement

Advertisement

શું છે સમગ્ર મામલો ?

નોંધનીય છે કે, એક શક્તિશાળી ગેંગના સભ્યના જેલમાંથી ભાગી જવાને પગલે રવિવારે ઇક્વાડોરમાં (Ecuador) અનેક હુમલાઓ થયા હતા. અહેવાલ અનુસાર, ગેંગે યુદ્ધની જાહેરાત કરી હતી. થોડા કલાકો પછી, રાષ્ટ્રપતિએ પણ દેશને 'આંતરિક સશસ્ત્ર સંઘર્ષ'ની સ્થિતિમાં જાહેર કર્યો. સ્થિતિ બગડતી જોઈને રાષ્ટ્રપતિએ નિર્ણય લીધો હતો કે તેઓ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરશે. સોમવારે, નોબોઆએ 60 દિવસ માટે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિનો આદેશ આપ્યો. આ પછી સરકારે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ પણ લગાવી દીધો હતો.

આ પણ વાંચો - India-Bangladesh Relations : બાંગ્લાદેશના વિદેશમંત્રીએ કહ્યું- ચીન સામે ઝુકીશું નહીં! માલદીવ વિવાદ અંગે કહી આ વાત

Tags :
Advertisement

.

×