Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

North Korea: ફરી બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો! દક્ષિણ કોરિયા-જાપાન એલર્ટ

ઉત્તર કોરિયાએ (North Korea) એકવાર ફરી બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. મીડિયા અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ રવિવારે તેના પૂર્વ કિનારે બેલેસ્ટિક મિસાઇલ (ballistic missile) છોડી હતી. જાપાનીઝ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, તે બેલેસ્ટિક મિસાઈલ...
north korea  ફરી બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો  દક્ષિણ કોરિયા જાપાન એલર્ટ
Advertisement

ઉત્તર કોરિયાએ (North Korea) એકવાર ફરી બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. મીડિયા અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ રવિવારે તેના પૂર્વ કિનારે બેલેસ્ટિક મિસાઇલ (ballistic missile) છોડી હતી. જાપાનીઝ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, તે બેલેસ્ટિક મિસાઈલ હોઈ શકે છે. આને લઈને હવે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ કોરિયાએ રવિવારે દાવો કર્યો કે, ઉત્તર કોરિયાએ (North Korea) એકવાર ફરી પૂર્વ કિનારે બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. જ્યારે જાપાનીઝ કોસ્ટ ગાર્ડના (Japanese Defense Minister) જણાવ્યા અનુસાર, તે બેલેસ્ટિક મિસાઈલ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાપાનના રક્ષા મંત્રીએ જણાવ્યું કે, ઉત્તર કોરિયા તરફથી મિસાઈલ લોન્ચિંગ કરાઈ હોવાની જાણ થઈ છે. નોંધનીય છે કે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ હ્વાસોંગ-18ના પરીક્ષણ બાદ ઉત્તર કોરિયા દ્વારા આ પ્રથમ મિસાઇલ પ્રક્ષેપણ છે. હ્વાસોંગ-18નું પરીક્ષણ 18 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, તાનાશાહ કિમ-જોંગઉનના નેતૃત્વમાં આ આધુનિક મિસાઈલ અમેરિકાને નિશાન બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે.

Advertisement

આ પહેલા, નવેમ્બરમાં પ્યોંગયાંગે તેનો પ્રથમ લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો ત્યારથી કોરિયન દ્વીપકલ્પ પર તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. દક્ષિણ કોરિયાના (South Korea) જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે, લોન્ચિંગ રવિવારે થયું હતું, પરંતુ હથિયારે કેટલી દૂર સુધી ઉડાન ભરી હતી તે અંગે વધુ વિગતો આપી નથી.

Advertisement

જાન્યુઆરીમાં 200થી વધુ આર્ટિલરી શેલ છોડ

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા (North Korea) અને દક્ષિણ કોરિયા વચ્ચે ભૂતકાળમાં તણાવ ઘણો વધી ગયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં ઉત્તર કોરિયા દ્વારા 200થી વધુ આર્ટિલરી શેલ છોડવામાં આવ્યા હતા. આ શેલ ઉત્તરીય સરહદ રેખાની (NLL) ઉત્તરે પડ્યા હતા, જે બે કોરિયાઈ દેશો વચ્ચેની વાસ્તવિક દરિયાઈ સીમા છે. જો કે, કોઈ નુકસાનના સમાચાર નહોતા.

આ પણ વાંચો - Japan Airlines: જાપાનની Airlines માં આકાશમાં અચાનક બારીમાં તિરાડો પડી

Tags :
Advertisement

.

×